અમૃતસરમાં સિદ્ધનું શક્તિ પ્રદર્શન: 62 ધારાસભ્યો સાથે સુવર્ણ મંદિરમાં માથું ટેકાવ્યું

21 July 2021 06:51 PM
India Politics
  • અમૃતસરમાં સિદ્ધનું શક્તિ પ્રદર્શન: 62 ધારાસભ્યો સાથે સુવર્ણ મંદિરમાં માથું ટેકાવ્યું

પ્રદેશ પ્રમુખ બનતા વધુ આક્રમક બનતા પુર્વ ક્રિકેટર : કેપ્ટન કેમ્પને સીધો સંદેશ: હજારો ટેકેદારો ઉમટયા

અમૃતસર: પંજાબમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ નવજોતસિંઘ સિદ્ધુએ જબરજસ્ત શક્તિ પ્રદર્શન કરતા કોંગ્રેસના 62 ધારાસભ્યોને આજે સવારે ‘નાસ્તા’ બેઠક પર બોલાવીને પછી સામુહિક રીતે સુવર્ણમંદિરે પહોંચ્યા હતા અને અહી તમામ ટેકેદાર ધારાસભ્યો સાથે માથુ ટેકાવ્યું હતું. આજે સવારથી જ સિદ્ધુએ તેના નિવાસસ્થાને ધારાસભ્યો અને ટેકેદારોને આમંત્રીત કર્યા હતા અને સૌએ સાથે નાસ્તો કરીને પછી સુવર્ણમંદિર ભણી ગયા હતા. પંજાબમાં કોંગ્રેસના 83 ધારાસભ્યો છે જેમાં 62 તેની સાથે હોવાનું શક્તિપ્રદર્શન કરીને કેપ્ટન અમરીન્દરને સીધો સંદેશ આપી દીધો છે. તેણે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ બેઠક બોલાવી હતી પણ તેમાં કેપ્ટનના ટેકેદાર ધારાસભ્યો હાજર રહ્યા ન હતા. સિદ્ધુની સાથે તેના સેકડો ટેકેદારો પણ સુવર્ણ મંદિર પહોંચ્યા હતા. બીજી તરફ તેઓ અને કેપ્ટન અમરીન્દરસિંહ મળ્યા નથી. અગાઉ કેપ્ટન કેમ્પે એવો સંદેશ મોકલ્યો કે જયાં સુધી સિદ્ધુ સરકાર અને મુખ્યમંત્રીની ટીકા કરતા તેના વિધાનો બદલ દિલગીરી વ્યક્ત નહી કરે અને તેના ટવીટ ડીલીટ નહી કરે ત્યાં સુધી તેઓ સિદ્ધુને મળશે નહી. પણ સિદ્ધુ હવે તે મુદે કઈ બોલતા જ નથી.


Related News

Loading...
Advertisement