મેયર ડો.પ્રદિપ ડવની મુલાકાત લેતા સાઉથ એશીયાની ઇકલી સંસ્થાના અધિકારીઓ

21 July 2021 06:52 PM
Rajkot
  • મેયર ડો.પ્રદિપ ડવની મુલાકાત લેતા સાઉથ એશીયાની ઇકલી સંસ્થાના અધિકારીઓ

ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં વધુ ઘટાડો કરવા માટે વિવિધ પ્રોજેકટ અંગે ચર્ચા

રાજકોટ તા.21
સાઉથ એશીયાની ઇકલી સંસ્થાના અધિકારીઓએ રાજકોટ ખાતે મેયર ડો.પ્રદિપ ડવની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ કાઉન્સીલ ફોર લોકલ એન્વાયમેન્ટલ સાઉથ એશિયા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પો. વચ્ચે એસડીસી દ્વારા ફન્ડેડ કેપેસીટીઝ પ્રોજેક માટે કરાર કરવામાં આવેલ છે. જે અંતર્ગત શહેરમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટેના વિવિધ પ્રોજેકટ માટે ટેકનીકલ તેમજ પ્રોજેકટ ઇમ્પ્લીમેનટેશન માટેની સહાય મળી રહે છે.

કેપેસીટીઝ પ્રોજેકટ અંતર્ગત જ શહેર એક લાઇમેટ રેસીલિએન્ટ સિટી એકશન પ્લાન બનાવેલ છે. જેમાં કલાઇમેટ મિટિગેશન અનેક લાઇમેટ અડેપટેશન માટેના વિવિધ પ્રોજેકટસની નોંધ બનાવેલ છે. રાજકોટ શહેર પણ સતત ઇન્નોવેટીવ પ્રોજેકટસના ઇમ્પ્લીમેનટેશન થકી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરી રહેલ છે. જે માટે શહેરને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એવોર્ડસ પણ મળેલ છે. આ મુલાકાત દરમ્યાન આગામી સમયમાં રાજકોટના ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં વધુ ઘટાડો કરવા માટે કરી શકાતા વિવિધ પ્રોજેકટસ અંગે ચર્ચા કરવામાં આવેલ હતી.


Related News

Loading...
Advertisement