શહેરમાં છવાયેલા ઘટાટોપ વાદળો : ઝાપટા વરસ્યા

21 July 2021 06:57 PM
Rajkot
  • શહેરમાં છવાયેલા ઘટાટોપ વાદળો : ઝાપટા વરસ્યા

હળવોથી મધ્યમ વરસાદ પડવાની હવામાન કચેરીની આગાહી

રાજકોટ, તા.21
રાજકોટ શહેરમાં આજે પણ હળવા અને ઝરમર ઝાપટા વચ્ચે ચોમાસુ માહોલ છવાયેલો રહ્યો હતો. દરમ્યાન આજે બપોરે પણ આકાશમાં ઘટાટોપ વાદળો વચ્ચે ગમે ત્યારે વરસાદ વચ્ચે તેવો માહોલ છવાયેલો રહ્યો હતો.રાજકોટ હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ આજે સવારે 8.30 કલાકે શહેરનું તાપમાન 27.2 ડિગ્રી રહ્યું હતું અને લઘુતમ તાપમાન 26.3 ડિગ્રી નોંધાયુ હતું. તેમજ હવામાં ભેજ 90 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 18 કિ.મી. રહેવા પામી હતી. આ ઉપરાંત બપોરે 2.30 કલાકે શહેરનું તાપમાન 30.4 ડિગ્રી નોંધાયુ હતું અને હવામાં ભેજ 76 ટકા રહ્યો હતો, તેમજ પવનની ઝડપ ર6 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. દરમ્યાન આજે સવારે પુરા થતા 24 કલાક દરમ્યાન શહેરમાં માત્ર બે મીમી વરસાદ પડયો હતો અને શહેરમાં મોસમનો કુલ વરસાદ સાડા નવ ઇંચ (235 મીમી) નોંધાયો છે. હવામાન કચેરી અનુસાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આગામી તા.22 સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે.


Related News

Loading...
Advertisement