લોનના હપ્તા ચૂકવવા આપેલા ચેકો રિટર્ન થતાં પતિ-પત્નીને 1-1 વર્ષની સજા

21 July 2021 06:58 PM
Rajkot Crime
  • લોનના હપ્તા ચૂકવવા આપેલા ચેકો રિટર્ન થતાં પતિ-પત્નીને 1-1 વર્ષની સજા

અવધૂત ક્રેડિટ મંડળીને બે માસની અંદર ચેકની રકમ વળતર પેટે ચુકવવા અદાલતનો આદેશ

રાજકોટ, તા. 21
લોનના હપ્તા ચૂકવવા આપેલા ચેકો રિટર્ન થતાં પતિ-પત્નીને 1-1 વર્ષની સજા અને અવધૂત ક્રેડિટ કો-ઓપરેટીવ મંડળીને વળતર પેટે ચેકની રકમ બે માસ મા ચુકવી આપવા અદાલતે આદેસ કર્યો છે. કેસની હકીકત મુજબ શહેરમાં આવેલી અવધૂત ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી સભાસદ દરજ્જે સહકાર સોસાયટી મા રહેતા સુભાષ વીરાભાઇ રાઠોડ અને પત્ની નીતાબેન સુભાષભાઈ રાઠોડ એ લોન લીધેલી, જે લોનની રકમ ચૂકવવા હપતા પેટે દંપતી એ ચેકો આપેલા હતા જે ચેક બેન્કમાંથી પરત ફરતા મંડળીના સંચાલકો એ કાયદાકીય પ્રોસિજર કરવા છતા બંને સભાસદો દ્વારા હપ્તાની રકમ સમયમર્યાદામાં ન ચૂકવતાં મંડળીના સંચાલકોએ અદાલતમાં પતિ-પત્ની બંને સામે ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.

આ ચેક રિટર્નની કેસ અદાલતમાં ચાલવા પર આવતા એડવોકેટ દ્વારા કોઇપણ વ્યકિતએ ચેકને હળવાશથી ન લે તે જોવાનો છે અને ચેક એ દેશની આર્થિક વ્યવસ્થાની કડી છે અને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઇનો મુળભુત હેતુ દેશમાં આર્થિક વ્યવહારોમાં વિશ્ર્વસનીયતા જળવાઇ રહે અને આર્થિક વ્યવહારો સરળતાથી ચાલે તે જોવાનો રહેલો છે, જો ચેક આપીને રીટર્ન થાય તો દેશની આર્થિક વ્યવસ્થા ભાંગી પડે અને અસરપરસની વિશ્ર્વનીયતા જોખમમાં મુકાઇ અને આર્થિક વ્યવહારએ દેશની જીવનરેખા છે તેવી કાયદાકીય અને હકીકતલક્ષી જોરદાર રજુઆતો કરી હતી.

બંને પક્ષોની લેખિત મૌખિક રજૂઆત બાદ મંડળીના વકીલની દલીલો તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા જજમેન્ટ ધ્યાને લઇ ન્યાયાધીશ એન. એચ. વસવેલિયાએ પતિ-પત્ની બંનેને ચેક રિટર્ન કેસમાં એક એક વર્ષની જેલની સજા અને ચેકની રકમ મુજબનું વળતર બે માસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. આ કામમાં મંડળી વતી એડવોકેટ મહેન્દ્રભાઈ ફળદુ, સુભાષ પટેલ, સતીશ દેથલીયા, રેનીસ માકડીયા અને જયસુખ બારોટ રોકાયા હતા.


Related News

Loading...
Advertisement