મોચી બજારમાં અશોક લોધા પાછળ પાડોશી સંજય તલવાર લઈ દોડ્યો:ઢીકાપાટુનો મારમાર્યો

21 July 2021 07:05 PM
Rajkot Crime
  • મોચી બજારમાં અશોક લોધા પાછળ પાડોશી સંજય તલવાર લઈ દોડ્યો:ઢીકાપાટુનો મારમાર્યો

જૂની માથાકૂટ કારણભૂત:ઘવાયેલા અશોકને સારવારમાં ખસેડવામાં આવ્યો:પોલીસ ફરિયાદ નોંધાઈ

રાજકોટ,તા.21
મોચી બજાર જૂની લોધાવાડ પોસ્ટ ઓફિસ વાળી શેરીમાં રહેતા અશોકભાઇ ભીખુભાઇ ઝરીયા (લોધા) (ઉ.વ.45) નામના આધેડે ફરિયાદમાં પાડોશી સંજય ધીરુ સોલંકીનું નામ આપતા પોલીસે કલમ 324,323,504 હેઠળ ગુન્હો
નોંધ્યો છે.

અશોકભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું છુટક મજુરીકામ કરૂ છું અને અમો ચા2ભાઇ ઓ છીએ અને બે બહેનો છે.તા.19/07ના બપોર ના એક વાગ્યાની આસપાસ હુ મોચી બજાર જુની લોઘાવડ મેલડીમા ના મંદીર પાસે બેસેલ હતો ત્યારે મારા ઘર પાસે જુની લોઘાવડ શેરી નં.3 માં રહેતો સંજય ધીરૂભાઇ સોલંકી પોતાના હાથ મા ખુલ્લી તલવાર લઇ આવેલ અને મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને મને ઢીકાપાટુ નો મા2મારેલ અને બાદ મા પોતાના હાથ માં રહેલ તલવારનો ઘા મને મારવા ઉગામેલ જેથી મે મારો બચાવ કરવા માટે બાજુ મા પડેલ આરસ પાણા ની છીપર મારા જમણા હાથે ઉપાડી ને આડી રાખી હતી.

સંજયે મને તલવારનો ઘા મારતા જે મને જમણા હાથ ની પેલી આંગળી મા તલવાર નો ઘા લાગેલ હતો અને મને જમણા હાથ ની પેહલી આંગળી મા ઇજા ગયેલ અને બાદ મા ત્યા માણસો ભેગા થઇ જતા આ સંજય ત્યાંથી નાસી ગયેલ અને મારો નાનો ભાઇ દેવીસીંગ મને સારવાર માટે રીક્ષા મા બેસાડી સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર મા લઇ ગયેલ હતો.આ અંગે એ ડિવિઝન પોલીસના હેડકોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલા સહિતના સ્ટાફે આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.


Related News

Loading...
Advertisement