ગુજરાતિઓએ કોરોનાને હંફાવ્યો: આજે નવા 28 કેસ સામે 50 દર્દીઓએ વાઈરસને મ્હાત આપી

21 July 2021 08:35 PM
Gujarat
  • ગુજરાતિઓએ કોરોનાને હંફાવ્યો: આજે નવા 28 કેસ સામે 50 દર્દીઓએ વાઈરસને મ્હાત આપી

આજે 22 જિલ્લામાં એક પણ કેસ ન નોંધાયો, રિકવરી રેટ 98.73 યથાવત રહ્યો હતો

રાજકોટ:
રાજ્યમાંથી કોરોના દયજનક સ્થિતિમાં આવી ગયો હોય તેમ આજે માત્ર નવા 28 કેસ સામે 50 દર્દીઓ સજા થયા હતા. તેમજ 22 જિલ્લામાં કોરોનાના કોઈ દર્દી નોંધાયા ન હતા. કુલ 8.24 લાખ સંક્રમીતોમાંથી 814109 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આજે રિકવરી રેટ 98.73 યથાવત રહ્યો હતો. હાલ એકટીવ કેસનો આંક 389 પર પહોંચ્યો છે.

ગુજરાતના 22 જિલ્લામાં આજે એક પણ કેસ નોંધાયો ન હતો.જેમાં અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપી કોઈ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો, અમદાવાદ ગ્રામ્ય, જામનગર કોર્પોરેશન અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ શૂન્ય કેસ નોંધાયા હતા.


આજે કોરોનાનાં 28 નવા કેસ નોંધાયા હતા.તેની સામે 50 દર્દી સાજા થયાં છે. જ્યારે આજે એક પણ મોત નોંધાયુ ન હતું. રાજયમાં કુલ 5 દર્દી વેન્ટિલેટર પર છે.જ્યારે 384 દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યનો કુલ મૃત્યુઆંક 10076 તથા કુલ પોઝિટિવ કેસનો આંક 824574 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલ કેસ
વડોદરા 9, સુરત 5, અમદાવાદ 4, આણંદ-જુનાગઢ 2, ગીર સોમનાથ-જામનગર-નવસારી-પોરબંદર-રાજકોટ-વલસાડ 1-1 કેસ નોંધાયા હતા.


Related News

Loading...
Advertisement