કેરળમાં કોરોનાનાં કેસ વધતાં સંપૂર્ણ લોકડાઉન થશે

22 July 2021 10:51 AM
India Top News
  • કેરળમાં કોરોનાનાં કેસ વધતાં સંપૂર્ણ લોકડાઉન થશે

મુખ્યમંત્રી વિજયને કરી જાહેરાત

તિરૂવનંતપુરમ, તા.22
કોરોના સંક્રમણના વધતા કેસને જોતા કેરળ સરકારે આખા રાજ્યમાં બે દિવસ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. 23 અને 24 જુલાઇએ આખા રાજ્યમાં કડક પ્રતિબંધ લાગુ રહેશે. આ સાથે જ પિનરાઇ વિજયન સરકારે રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ટેસ્ટિંગ વધારવા કહ્યુ છે. દરરોજ 3 લાખ સેમ્પલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઇદ પર ત્રણ દિવસ સુધી પ્રતિબંધમાં છૂટને લઇને સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેરળના મુખ્યમંત્રી પી વિજયને કહ્યુ હતું કે રાજ્યમાં પ્રતિબંધમાં કોઇ રીતની છૂટ આપવામાં નહી આવે. સાથે એમ પણ કહ્યુ હતું કે શુક્રવારે 3 લાખની તપાસ કરવામાં આવશે. કોરોના સમીક્ષા બેઠકમાં તેમણે કહ્યુ, પ્રતિબંધમાં અત્યારે છૂટ આપવામાં નહી આવે. વધુ એક અઠવાડિયા માટે પ્રતિબંધ ચાલુ રહેશે, તેમણે કહ્યુ કે ગત ત્રણ દિવસમાં એવરેજ પોઝિટિવિટી રેટ વધીને 10.8 ટકા થઇ ચુક્યો છે.

પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરેલી
16 જુલાઇએ છ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય છે. પીએમ મોદીએ ત્રીજી લહેરને રોકવા માટે સાવચેતી રૂપે કેટલાક પગલા ભરવા કહ્યુ હતું. પીએમે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને રસીનો મંત્ર આપતા માઇક્રો કંટેનમેન્ટ ઝોન પર ફોકસ કરવા કહ્યુ હતું.


Related News

Loading...
Advertisement