રાજકુંદ્રા જાન્યુઆરીમાં લોંચ કરવાનો હતો નવી એપ પણ..

22 July 2021 10:53 AM
Entertainment
  • રાજકુંદ્રા જાન્યુઆરીમાં લોંચ કરવાનો હતો નવી એપ પણ..

ગુગલ અને એપલ સ્ટોરે પણ રાજકુંદ્રાની એપ અશ્લીલ હોવાથી કાઢી નાખી હતી

મુંબઈ તા.22
પોર્ન રેકેટ કેસમાં ધરપકડ થયેલા બિઝનેસમેન રાજકુંદ્રા અને તેની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીઝનાં આઈટી એકસપર્ટ રેયાન થોર્પ સાથે મુંબઈ ક્રાઈમ બ્રાંચ ટીમે બુધવારે આખો દિવસ પૂછપરછ કરી હતી.

ક્રાઈમ બ્રાંચના સુત્રોના જણાવ્યા અનુસાર રાજકુંદ્રા જાન્યુઆરીમાં એક નવી ઓટીટી એપ લોંચ કરનાર હતો ખરેખર તો ગત વર્ષે અશ્ર્લિલ ક્ધટેન્ટ હોવાના કારણે ગુગલ સ્ટોર અને એપલ સ્ટોરે રાજકુંદ્રાની હોટશોટ એપને પોતાનામાંથી કાઢી નાખી હતી તે દિવસોમાં મહારાષ્ટ્ર સાઈબર સેલે પણ કેટલાંક ઓટીટી એપ્સને લઈને તપાસ શરૂ કરી હતી.કેટલીક અભિનેત્રીઓને સમન પણ પાઠવાયા હતા.

આ સમયે રાજ કુંદ્રાએ પોતાનો બી પ્લાન બનાવ્યો હતો અને એક નવી એપ જાન્યુઆરીમાં લોંચ કરવાનું નકકી કર્યું હતું પણ કોઈ કારણે આ શકય નહોતુ બન્યું. બાદમાં જયારે મુંબઈ ક્રાઈમ બ્રાંચે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં મઢ આઈલેન્ડમાં પોર્ન ફિલ્મનું શુટીંગ કરતા કેટલાંક લોકોની ધરપકડ કરાઈ હતી. જેમાં બાદમાં રાજ કુંદ્રાનુ નામ પણ આવ્યું તો તેણે પોતાનો આ બી પ્લાન સ્થગિત કરી દીધો હતો.

રાજની એપના સબ સ્ક્રાઈબર્સનો મરો: એકાઉન્ટની તપાસ થશે
રાજકુંદ્રાની હોટશોટ એપને સબ સ્ક્રાઈબ કરનાર લોકો જે જે એકાઉન્ટમાંથી રકમ મોકલતા હત તે એકાઉન્ટસની પણ તપાસ થઈ રહી છે. એ બાબતની પણ તપાસ થઈ રહી છે કે શું એ આપની રકમ વિદેશોનાં પણ બેન્ક ખાતામાં જમા છે.

ક્રાઈમ બ્રાંચના એક અધિકારીનાં જણાવ્યા અનુસાર હોટ શોટ એપને જે ભારતીયોએ સબ સ્ક્રાઈબ કરી હશે સ્વાભાવીક છે કે તે રકમ ભારતના એકાઉન્ટમાંથી જ ટ્રાન્સફર થઈ હશે પણ આ એપનાં હજારો એવા ગ્રાહકો છે જે વિદેશમાં છે તેમની રકમ નિશ્ર્ચિત રીતે કોઈ વિદેશી એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થઈ હશે.


Related News

Loading...
Advertisement