આરબીઆઈ એલર્ટ:1 ઓગસ્ટથી એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા

22 July 2021 10:54 AM
Business India Top News
  • આરબીઆઈ એલર્ટ:1 ઓગસ્ટથી એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા

ટ્રાન્જેકશન પર ઈન્ટર ચેંજ ફીમાં વધારો થશે

નવી દિલ્હી તા.22
આરબીઆઈએ હાલમાં બેન્કો દ્વારા લેવામાં આવતી ઈન્ટર ચેન્જ ફીમાં વધારાનું એલાન કર્યું હતું. ફાયનાન્સીયલ ટ્રાન્ઝેકશન પર ઈન્ટરચેન્જ ફીને 15 રૂપિયાને વધારીને 17 રૂપિયા કરી દેવામાં આવી છે.જયારે નોન ફાયનાન્સીયલ ટ્રાન્ઝેકશન ફીમાં વધારો કરીને 5 રૂપિયાથી 6 રૂપિયા કરી નાખવામાં આવી છે. આ નવા રેટસ 1 ઓગસ્ટ 2021 થી લાગુ પડશે.

શું હોય છે ઈન્ટર ચેન્જ ફી:
રિઝર્વ બેન્ક અનુસાર ઈન્ટર ચેન્જ ફી એવો ચાર્જ છે કે બેન્ક ક્રેડીટ કાર્ડ કે ડેબીટ કાર્ડથી પેમેન્ટ પ્રોસેસ કરવા માટે મર્ચન્ટ પાસેથી લે છે એટીએમથી કેશ કાઢવાનાં એક જાન્યુઆરી 2022 થી પણ કેટલાક ચાર્જમાં ફેરફાર થશે. આરબીઆઈ દ્વારા નિર્ધારીત નિ:શુલ્ક ટ્રાન્જેકશનથી વધારે લેવડ દેવડ કરવા પર ગ્રાહકોએ એક જાન્યુઆરી 2022 થી 21 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. જે હાલ 20 રૂપિયા છે.


Related News

Loading...
Advertisement