સુરતમાં મેડીકલ ઓફિસર કોરોના પોઝીટીવ રિપોર્ટ આપવા માટે પૈસા લેતા ઝડપાયો

22 July 2021 10:56 AM
Surat Crime Gujarat
  • સુરતમાં મેડીકલ ઓફિસર કોરોના પોઝીટીવ રિપોર્ટ આપવા માટે પૈસા લેતા ઝડપાયો

સ્મીમેર હોસ્પિટલના મેડીકલ ઓફિસરે કોવિડ રીપોર્ટ ટેસ્ટ વગર જ કાઢી આપવા માટે 6 હજારની લાંચ માંગેલી, એસીબીએ ધરપકડ કરી તપાસ હાથ ધરી

સુરત તા.22
સુરતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી હતી. એક તબક્કે સુરતમાં 2 હજારથી વધુ કેસો સામે આવતા હતા પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. ત્યાં હવે રિપોર્ટને લઈને કાળા બજારી થતી હોય એમ લાગી રહ્યું છે.

કોરોનાના સમયમાં પણ રિપોર્ટમાં વિસંગતતા અને ટેસ્ટ વગર જ રિપોર્ટ આપવામાં આવતા હોય એવા આક્ષેપો અને અહેવાલો સામે આવી ચુક્યા છે ત્યારે સુરતમાં ટેસ્ટ વગર જ કોરોનાનો રિપોર્ટ 6 હાજરમાં કાઢી આપતો મેડિકલ ઓફિસર 2500ની લાંચ લેતા રંગે હાથ એસિબિ એ ઝડપી પાડ્યો હતો. સુરતમાં એસીબીએ છટકું ગોઠવી સ્મીમેર મેડિકલ ઓફિસરને 2500ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

આ ઘટના અંગે એસીબીએ જણાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલનો મેડીકલ ઓફિસર કોવીડ રીપોર્ટ ટેસ્ટ વગર જ કાઢી આપવા માટે 6 હજારની લાંચ માંગી હતી. જેમાં એસીબીએ તેને 2,500 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો આરોપી મેડીકલ ઓફિસરે કોઇપણ પ્રકારનો ટેસ્ટ કર્યા વગર રીપોર્ટ બનાવડાવી લાંચ માંગી હોવાનું બહાર આવ્યું હતું.

ફરિયાદીએ એસીબીમાં કરી હતી ફરિયાદ
સુરતની સ્મીમેર હોસ્પીટલમાં મેડીકલ ઓફિસર વર્ગ 2 તરીકે ફરજ બજાવતા દિપકભાઇ વિનોદભાઇ ગઢીયાએ ફરીયાદીને કોવિડ- 19 રેપીડ એન્ટીજન ટેસ્ટના રીપોર્ટની જરુર હોવાથી આરોપીનો સંર્પક કર્યો હતો. આ અંગે વાત કરતા આરોપી મેડીકલ ઓફિસરે એ પોઝિટીવ રીપોર્ટ આપવાના અવેજ પેટે શરૂઆતમાં રૂ. 6,000 ની માંગણી કરી હતી જેમાં ફરીયાદીની આધારકાર્ડની નકલ વોટ્સએપ ઉપર મોકલી આપવા જણાવ્યું હતું.

જેથી ફરીયાદીએ પોતાના આધારકાર્ડની નકલ વોટ્સએપ ઉપર મોકલી બાદમાં આરોપીને મળતાં આરોપીએ રૂ. 2,500 લાંચ પેટે લીધેલા અને બાકીની લાંચની રકમ વાતચીતના અંતે રૂ. 2,500 આપવાનું નક્કી કર્યું હતું. જેમાં ફરીયાદીએ એસીબીનો સંર્પક કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને સ્મીમેર હોસ્પીટલના ગેટ પાસેથી જ મેડીકલ ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.


Related News

Loading...
Advertisement