કોરોના ઈફેકટ: જુની કારોનું વેચાણ વધ્યુ

22 July 2021 10:58 AM
Business India Top News
  • કોરોના ઈફેકટ: જુની કારોનું વેચાણ વધ્યુ

જુની કારનું વેચાણ 1.5 ગણુ વધ્યુ: 2022 સુધીમાં ટર્નઓવર 50,000 કરોડ સુધી પહોંચવાની ધારણા

નવી દિલ્હી તા.22
નવી કારોની સરખામણીએ જુની કારોનું વેચાણ વધ્યુ છે. તાજેતરના વર્ષોમાં ઘણા સ્ટાર્ટઅપ જુની કારો બજારમાં આવી છે જે જુદી જુદી સુવિધાઓની પહેલ દ્વારા ગ્રાહકોમાં લોકપ્રિય બની છે. આ ઉપરાંત કોરોનાના કારણે લોકો તેમની જ કારમાં પ્રવાસ કરવાનું પસંદ કરી રહ્યા છે જેના કારણે જુની કારોનું વેચાણ ટોપ ગીયરમાં પહોંચ્યુ છે. ઉદ્યોગનાં અંદાજ મુજબ વર્ષ 2022 સુધીમાં બજારમાં જુની કારનું વેંચાણ 50,000 કરોડ સુધી પહોંચવાની ધારણા છે.

નવી કારની સરખામણીએ જુની કારનુ વેચાણ 1.5 ગણુ વધ્યુ છે. 2019 માં જુની કારનુ વેચાણ વાર્ષિક સરેરાશ 40 લાખ સુધી પહોંચ્યુ હતું.સ્ટાર્ટઅપ તેમની ખરીદીની રીત બદલી રહી છે. સ્ટાર્ટઅપે વપરાયેલી કાર માર્કેટને સંપૂર્ણપણે ક્રિજીટાઈઝ કર્યુ છે.એપ્લીકેશન દ્વારા તમે તેમના પોર્ટલ પર કારની કિંમત અને સ્થિતિ સહીત તમામ પ્રકારની માહીતી મેળવી શકો છે આ ઉપરાંત ફિન્ટેક અને એનબીએફસી સાથે મળીને વપરાયેલી કાર માટે ત્વરીત લોનની સુવિધા આપી રહ્યા છે.

જુની કાર જો વ્યાજબી કિંમતે વોરંટી સાથે મળે તો ગ્રાહક કાર લેવા માટે ખચકતા નથી જુની કાર માર્કેટમાં ઘણી વાહન કંપનીઓ છે. જેનાંથી સ્ટાર્ટઅપની કડક હરીફાઈ મેળવી ચુકી છે. જેનો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે. મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસના રિપોર્ટ અનુસાર વપરાયેલી કારના માર્કેટમાં સંગઠીત ક્ષેત્રનો હિસ્સો આગામી બે વર્ષમાં ત્રણ ગણો વધીને 30 ટકા થવાની ધારણા છે.


Related News

Loading...
Advertisement