મીડિયાગ્રૂપ ‘દૈનિક ભાસ્કર’ પર ઈન્કમટેકસના દેશવ્યાપી દરોડા

22 July 2021 11:02 AM
India Top News
  • મીડિયાગ્રૂપ ‘દૈનિક ભાસ્કર’ પર ઈન્કમટેકસના દેશવ્યાપી દરોડા
  • મીડિયાગ્રૂપ ‘દૈનિક ભાસ્કર’ પર ઈન્કમટેકસના દેશવ્યાપી દરોડા
  • મીડિયાગ્રૂપ ‘દૈનિક ભાસ્કર’ પર ઈન્કમટેકસના દેશવ્યાપી દરોડા

મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા દિલ્હી સ્થિત ઓફીસો તથા માલીકોનાં નિવાસો પર એકસામટા દરોડા: રાત્રે 2-30 વાગ્યાથી ટીમો ત્રાટકી: કરચોરીની બાતમી પરથી દરોડાનો દોર

સંસદમાં રાજકીય પ્રત્યાઘાતો પડવાની આશંકા: કર્મચારીઓના પણ ફોન જપ્ત કરીને બહાર ન નીકળવા દેવાયા: 100 થી વધુ અધિકારીઓની ટીમો દ્વારા કાર્યવાહી

ભોપાલ તા.22
ભારતના જાણીતા-ટોચના મીડીયા જુથ એવા દૈનિક ભાસ્કર ગ્રુપ પર આજે સવારથી ઈન્કમટેકસ દ્વારા દેશવ્યાપી દરોડા પાડવામાં આવતા ખળભળાટ સર્જાયો છે. મીડીયા હાઉસના પાંચ રાજયોમાં આવેલી ઓફીસો પર સવારથી એક સાથે દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. માલીકોની ઓફીસો-નિવાસસ્થાન સહીત બે ડઝન જેટલા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આવકવેરા ખાતા દ્વારા મોડીરાત્રે 2.30 વાગ્યાથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાટનગર દિલ્હી, મધ્યપ્રદેશમાં ભોપાલ, ગુજરાતમાં અમદાવાદ, મહારાષ્ટ્રમાં મુંબઈ તથા રાજસ્થાનનાં જયપુર સહીતના શહેરોમાં સામુહીક દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દૈનિક ભાસ્કર જુથના માલીકોની ઓફીસો તથા નિવાસસ્થાનો પર પણ મોડી રાત્રે જ આવકવેરા ખાતાની ટીમો ત્રાટકી હતી. એમ કહેવાય છે કે ઈન્કમટેકસની આ દેશવ્યાપી સૌથી મોટી રેઈડ છે.

મીડીયા હાઉસ હોવાથી મોડીરાત સુધી કાર્યાલયો ધમધમતી હોય છે. દરોડા કાર્યવાહી સમયે કર્મચારીઓ સહીતનો સ્ટાફ મૌજુદ હતો તેઓ તમામનાં મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓફીસમાંથી બહાર જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. માત્ર ભોપાલમાં જ પ્રેસ કોમ્પલેકસ સહીત અર્ધો ડઝન સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગનાં સુત્રોએ એમ કહ્યુ છે કે દિલ્હી તથા મુંબઈ ઈન્કમટેકસ દ્વારા દરોડાનું સમગ્ર સંચાલન કરવામાં આવી રહ્યું છે.

100 થી વધુ અધિકારીઓ દરોડા કાર્યવાહીમા સામેલ છે પ્રાથમીક તપાસમાં જ ઢગલાબંધ શંકાસ્પદ દસ્તાવેજો મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે,. કરચોરીની બાતમી પરથી દરોડા પાડવામાં આવ્યા છે. દેશના જાણીતા મીડીયા હાઉસ પર દેશવ્યાપી દરોડા કાર્યવાહીથી ખળભળાટ સર્જાયો છે. લાંબા વર્ષો બાદ આ પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો છે. તેના સંસદમાં ઉપરાંત રાજકીય પ્રત્યાઘાતો પણ પડવાની આશંકા છે.

ભોપાલમાં દરોડા દરમ્યાન સીઆરપીએફનો બંદોબસ્ત: અમદાવાદમાં એસઆરપી તૈનાત
ભાસ્કર જુથ પર દેશવ્યાપી દરોડામાં ભોપાલ ખાતે ઓફીસ રહેણાંક સહીતના સ્થળોએ કાર્યવાહી દરમ્યાન કેન્દ્રીય અનામત પોલીસદળ (સીઆરપીએફ)નો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.મધ્યપ્રદેશ પોલીસને પણ તૈનાત કરવામાં આવી હતી.ગુજરાતમાં અમદાવાદ ખાતેની ઓફીસે પણ દરોડા છે જયાં બંદોબસ્તમાં એસઆરપીની ટીમને તૈનાત કરવામાં આવી છે.

ઉતરપ્રદેશમાં ન્યુઝ ચેનલ ‘ભારત સમાચાર’ પર પણ દરોડા: સરકાર ‘વિરોધી’ગણાય છે
ભાસ્કર મિડીયા ગ્રુપ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા ઉતરપ્રદેશ ન્યુઝ ચેનલ ‘ભારત સમાચાર’ને પણ નિશાન બનાવી છે. લખનૌમાં ચેનલની ઓફીસ, તેના માલીકો તથા અમુક સ્ટાફના નિવાસે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ટીવી ચેનલે ટવીટર હેન્ડલ પર જાહેર કર્યું હતું કે ચેનલના એડીટર-ઈન-ચીફ બ્રજેશ મિશ્રા, સ્ટેટ હેડ વિરેન્દ્રસિંઘ તથા અમુક કર્મચારીનાં નિવાસે દરોડા પાડયા હતા. ભારત સમાચાર ચેનલમાં કોરોના કામગીરીમાં સરકારની નિષ્ફળ-ઝાટકણી કાઢતી સંખ્યાબંધ સ્ટોરી પ્રસારીત થઈ હતી અને તેના આધારે સરકાર વિરોધી ગણાતી હોવાની ચર્ચા છે.


Related News

Loading...
Advertisement