મુંબઇમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ : અમુક લોકલ ટ્રેન સેવા રદ : રેડ એલર્ટ

22 July 2021 11:04 AM
India Top News
  • મુંબઇમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ : અમુક લોકલ ટ્રેન સેવા રદ : રેડ એલર્ટ

હવામાન વિભાગે કર્યુ રેડ એલર્ટ જાહેર

મુંબઇ તા.22
ચોમાસાની શરૂઆતથી જ મહારાષ્ટ્રનાં મુંબઇ સહિત અનેક શહેરોમાં સતત વરસાદ શરૂ છે. બુધવારે મુંબઇમાં અટકી-અટકીને વરસાદ આવ્યો હતો. હવામાન વિભાગે મુંબઇમાં ભારે વરસાદનું અનુમાન લગાવી રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તેની વચ્ચે બુધવારે ભારે વરસાદને કારણે ઉમ્બરેમાલી રેલવે સ્ટેશન તથા કંસારા વચ્ચે મુંબઇ લોકલ ટ્રેન સેવા રોકવી પડી હતી.

ટ્રેનનાં પાટા પર પાણી ભરાવાને પગલે ઇગતપુરી અને ખારદી વચ્ચેનો રૂટ પણ અસ્થાયી રૂપે બંધ કરાયો હતો. રેલવે પ્રવકતાએ જણાવ્યું કે ઠાણે જિલ્લામાં ઉમ્બરેમાલી અને કસારા સ્ટેશન વચ્ચે પાણી ભરાઇ જવાથી રાત્રે સવા દસ વાગ્યાથી બંને સ્ટેશન વચ્ચેની રેલવે સેવા સ્થગિત કરવી પડી હતી.

મઘ્ય રેલવેનાં મુખ્ય પ્રવકતાએ કહ્યું કે પૂણે-દરબંગા સ્પેશ્યિલ અને સીએસએમટી-વારાણસી સ્પેશ્યલ જેવી લાંબા રૂટની ટ્રેનનો પણ સમય બદલવો પડયો હતો. હાલ મુંબઇમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. તો આઇએમડીએ રાજયનાં પૂર્વ વિસ્તારમાં ભંડારા, ચંદ્રપુર, યવતમાલ સહિતનાં ક્ષેત્રનાં સભ્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. ઠાણાના ભિવંડીમાં ભારે વરસાદને પગલે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે.


Related News

Loading...
Advertisement