131 વર્ષનાં મૌની મહારાજનું હૃદય 25 વર્ષનાં નવયુવાન જેવુ!: ડોકટરો પણ ચોંકયા

22 July 2021 11:08 AM
India
  • 131 વર્ષનાં મૌની મહારાજનું હૃદય 25 વર્ષનાં નવયુવાન જેવુ!: ડોકટરો પણ ચોંકયા

અહો આશ્ર્ચર્યમ! : એન્જીયોપ્લાસ્ટીમાં જાણવા મળી આશ્ર્ચર્યજનક બાબતો

ઝાંસી તા.22
ઝાંસીમાં 131 વર્ષનાં સંતની મેડીકલ તપાસમાં આશ્ર્ચર્યજનક બાબતો સામે આવી છે. આ વયોવૃદ્ધ સંતની ઉંમર 100 વર્ષ ઉપર હોવા છતાંય તેમનું હૃદય 25 વર્ષનાં યુવાનની જેમ કામ કરતુ હોવાનું ડોકટરોને જાણવા મળ્યુ છે.

મુળ સીતાપુરનાં નિવાસી ચંદ્રીકા પ્રસાદ મિશ્રા ઉર્ફે મૌની મહારાજનાં આધારકાર્ડમાં પણ તેમની જન્મ તારીખ 1890 લખાયેલી છે.દસ વર્ષની વયે જ તેમણે તપસ્યા શરૂ કરી દીધી હતી. તેમનાં પર લખાયેલા પુસ્તકમાં જણાવાયું છે કે તેઓએ નાની વયે જ બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ પર અખંડ તપસ્યા કરી છે. દેશભરમાં તેમનાં અનેક શ્રધ્ધાળુ પણ છે. શરૂઆતથી જ સાત્વીક જીવનશૈલીથી 131 વર્ષની ઉંમરે પણ તેમને ડાયાબીટીસ બીપી જેવી કોઈ સમસ્યા નથી. પરંતુ થોડા સમય પહેલા તેમને રાત્રે ગભરામણ થથા કાર્ડીયોલોજીસ્ટ ડો.આલોક શર્મા પાસે લઈ ગયા હતા. ત્યારે ડોકટર મહારાજની ઉંમર સાંભળી દંગ રહી ગયા. ઉપરાંત એન્જીયોગ્રાફીમાં પણ તેમનું હૃદય 25 વર્ષનાં નવયુવાન જેવુ કામ કરતું જોવા મળ્યુ હતું.

131 વર્ષની વયે પણ તેમની હૃદયની નસ એકદમ સ્વસ્થ રીતે કાર્યરત હતી. શ્રધ્ધાળુઓએ જણાવ્યું કે, મહારાજ નિયમીત વ્યાયામ પણ કરે છે. એ સંતે 131 વર્ષની ઉંમરે સાત્વીક જીવનશૈલીથી બિમારીઓથી બચીને લાંબુ જીવન જીવી શકાય તેનો દાખલો બેસાડયો છે.


Related News

Loading...
Advertisement