આરંભે શુરા: મહિનામાં દેશમાં માત્ર 33 ટકા જ રસીકરણ !

22 July 2021 11:11 AM
India
  • આરંભે શુરા: મહિનામાં દેશમાં માત્ર 33 ટકા જ રસીકરણ !

સરકારે 21 જૂને મોટે ઉપાડે રસીકરણ અભિયાનની શરુઆત એક દી’માં 91.74 લાખ ડોઝના દાવાથી કરેલી જે 20 જુલાઈએ ઘટીને 34.18 લાખ ડોઝે પહોંચી છે

નવી દિલ્હી તા.22
મોટે ઉપાડે લોકોને રસી લેવા માટે અપીલ કરનાર ખુદ સરકાર લોકોને રસી આપવામાં વામણી પુરવાર થઈ છે. દેશમાં એક મહીનામાં કોરોનાનું રસીકરણ ઘટીને લગભગ એક તૃતીયાંશ થઈ ગયું છે. કેન્દ્ર સરકારે 21 જૂનથી વિનામૂલ્યે રસીકરણ મહા અભિયાનની શરુઆત કરી હતી અને એક દિવસમાં 91.74 લાખ રસીના ડોઝ માત્ર એક દિવસમાં લગાવાયા હતા. 20 જુલાઈએ આ આંકડો ઘટીને 34.18 લાખે આવી ગયો છે.

એક મહિનામાં જો કે ઘણી વાર રસીકરણમાં ઉછાળો પણ આવ્યો છે. તે અનેક વાર ઘટાડો પણ થયો છે. કેન્દ્ર સરકારે મેં માં દાવો કર્યો હતો કે ડિસેમ્બર સુધી દરેક વયસ્કોને રસી લગાવી દેશે. દેશમાં 18 વર્ષથી વધુ વયના 94 કરોડ લોકો છે. જેના માટે 188 કરોડ ડોઝની જરૂર પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાના કુલ 41.76 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂકયા છે. બુધવારે સાંજે 7 વાગ્યાના રિપોર્ટ અનુસાર રસીના અત્યાર સુધીમાં 20.83 લાખથી વધુના ડોઝ અપાયા છે.

ડિસેમ્બર સુધીમાં દરેક વયસ્કોને વેકસીન: જૂનના અંતમાં વિશેષજ્ઞોનું આકલન હતું કે રોજ 86.3 લાખ રસી લગાવવાથી ડિસેમ્બર સુધીમાં દરેક વયસ્કોના રસીકરણનું લક્ષ્ય હાંસલ થશે, હવે લક્ષ્ય દરરોજ 89 લાખ દરરોજનું થયું છે. રાજયો પાસે પર્યાપ્ત ડોઝ: મહારાષ્ટ્ર, પંજાબ, કેરલ વગેરે રસીની અછત બતાવે છે. જયારે કેન્દ્રનું કહેવું છે કે રાજયોને જરૂરી પુરવઠો ઉપલબ્ધ કરાયો છે. 43.25 કરોડ ડોઝ મોકલાયા છે, 53.38 લાખ તુરંત મળશે.


Related News

Loading...
Advertisement