ભારતમાં સતત બીજા દિવસે નવા કેસ કરતા રિકવરી ઓછી: સરકાર એલર્ટ

22 July 2021 11:14 AM
India
  • ભારતમાં સતત બીજા દિવસે નવા કેસ કરતા રિકવરી ઓછી: સરકાર એલર્ટ

ચોવીસ કલાકમાં 41383 કેસ: કેરળમાં 17000થી વધુ

નવી દિલ્હી તા.22
ભારતમાં આજે સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ કરતા રિકવરી ઓછી રહેતા સરકાર ચિંતીત થઈ છે. કોરોનાના કેસોમાં સ્થિરતા તથા ઘટતી રિકવરી સામે નિષ્ણાંતોએ અગાઉ જ ચેતવણી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સતાવાર રીપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 41383 નવા કેસ સામે રિકવરી 38652 હતી. સતત બીજા દિવસે ઓછી રિકવરીથી એકટીવ કેસ વધીને 409394 થયા હતા. ચોવીસ કલાકમાં 507 લોકો મોતને ભેટયા હતા. અત્યાર સુધીમાં કુલ કેસ 3.12 કરોડ થયા છે. જયારે કુલ મૃત્યુઆંક 4.18 લાખ થયો છે.

ભારતમાં સૌથી વધુ 17000થી અધિક કેસ કેરળમાં નોંધાયા હતા તે ચિંતાજનક છે. આ સિવાય સિકકીમ, અરુણાચલ, પુડુચેરી, મણીપુર જેવા પુર્વોતર રાજયોમાં પણ કહેર હોવાથી સરકારની વોચ આ રાજયોમાં છે. દક્ષિણમાં કેરળને બાદ કરતા કર્ણાટક, તામીલનાડુ, આંધ્રપ્રદેશ જેવા રાજયોમાં કેસો સ્થિર છે.


Related News

Loading...
Advertisement