ઉનાના ગાંગડા ગામ પાસે ટ્રક ઉંધો વળ્યો

22 July 2021 11:17 AM
Veraval
  • ઉનાના ગાંગડા ગામ પાસે ટ્રક ઉંધો વળ્યો

ઊના ભાવનગર નેશનલ હાઇવે રોડ પર નાના મોટા વાહનનોની સતત અવર જવર ચાલુ રહેતી હોય છે. ત્યારે લોડીંગ ભરેલા ટ્રકો રસ્તા પરથી સતત પસાર થતા હોય ત્યારે ભાવનગર રોડ હાઇવે પર આવેલ ગાંગડા ગામ પાસે પ્લોટ વિસ્તારમાં રાત્રીના સમયે ઉના તરફ આવતો સીમેન્ટ ભરેલો ટ્રક અચાનક પલ્ટી મારી જતાં રસ્તાની સાઇડમાં નીચે ઉંધો પડી ગયેલ હતો. જ્યારે આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. કોઇ જાનહાની થયેલ ન હતી.


Loading...
Advertisement