જસદણનાં ગેલ અંબે ડાયમંડ દ્વારા ટ્રેનીંગ સેન્ટર માટે રૂા.1.51 લાખ અર્પણ

22 July 2021 11:18 AM
Jasdan
  • જસદણનાં ગેલ અંબે ડાયમંડ દ્વારા ટ્રેનીંગ સેન્ટર માટે રૂા.1.51 લાખ અર્પણ

જસદણ તા.22
જસદણમાં આટકોટ રોડ પર આકાર પામી રહેલ પાટિદાર ટ્રેનિગ ભવન ખાતે ગેલ અંબે ડાયમંડ કંપનીના ભાગીદારો વિઠ્ઠલભાઈ સિદ્ધપરા સંજયભાઈ રામાણી સાગરભાઇ રામાણી મહેશભાઈ કાકડીયા દ્વારા ગરીબ જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રૂ.1,51,000 જેવી માતબર રાશી સમસ્ત પાટીદાર શૈક્ષણિક ટ્રેનિંગ ભવનને અર્પણ કરી સમાજસેવાનું ઉમદા કાર્ય કર્યું છે આ રકમનું અનુદાન પાટીદાર સમાજના જરૂરીયાત મંદ બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્તમ યોગદન છે આ સંસ્થાની કામગીરી માટે જયારે જરૂર પડે ત્યારે યોગદાન આપવાની ખાત્રી ગેલ અંબે ડાયમંડ કંપની દ્વારા આપવામાં આવી આ તકે પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણીયા પાટીદાર શૈક્ષણિક તાલીમ ભવનના ટ્રસ્ટી ભરતભાઈ છાયાણી ટ્રસ્ટી છગનભાઈ કાકડીયા તથા અગ્રણીઓ દ્વારા ઉપરોક્ત દાતાઓનું સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.


Loading...
Advertisement