જામકંડોરણાના રાયડી ગામની સહકારી મંડળી માટે નવા ભવનનું નિર્માણ કરવા માંગણી

22 July 2021 11:19 AM
Jamnagar
  • જામકંડોરણાના રાયડી ગામની સહકારી મંડળી માટે નવા ભવનનું નિર્માણ કરવા માંગણી

હાલનું બિલ્ડીંગ સો વર્ષ કરતા પણ જુનુ : પગલા લેવા જરૂરી

ધોરાજી તા.22
જામકંડોરણાના રાયડી ગામની સહકારી મંડળી માટે નવા ભવનનું નિર્માણ કરવા ગ્રામજનોએ માંગણી ઉઠાવી છે. રાયડી ગામે આવેલ આ રાયડી જુથ ખેતી વિષયક મંડળીની સ્થાપના તા.8/10/પપમાં થયેલ ત્યારથી આજ દિવસ સુધી સ્ટેટના જામનગરના જામ સાહેબના વખતનું જુનુ મકાન કે જે પંચાયતની માલીકીનું છે ત્યાં બેસે છે અને આ મકાન અતિ પુરાણુ છે અને 100 વર્ષ કરતા વધારે જુનુ બાંધકામ છે અને દેશી નળીયાવાળી આવી સૌરાષ્ટ્રમાં કયાંય પણ જુની ઇમારતવાળી સહકારી મંડળીઓ નહી હોય પણ સાદગીને વરેલા અને સેવાભાવી મંડળીના પ્રમુખ સામજીભાઇ દેશાઇ છેલ્લા 50 વર્ષથી મંડળીમાં પ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપે છે અને મંત્રી તરીકે નરશીભાઇ પોસીયા સેવાઓ બજાવે છે. ગ્રામજનોએ માંગ કરેલ છે કે સરકારી મંડળીનું આધુનિક ભવન થવુ જોઇએ.


Loading...
Advertisement