ઉનાના નાઠેજ ગામે ગંદકીની સાફ સફાઇ

22 July 2021 11:19 AM
Veraval
  • ઉનાના નાઠેજ ગામે ગંદકીની સાફ સફાઇ

ઉનાના નાઠેજ ગામે રસ્તા પર ગંદકીના ગંજ જોવા મળી રહ્યાં હતા. અને રહેણાંક મકાનોની આજુબાજુમાં રહેતા લોકોને આ ગંદકીના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો મંડાતા ઝાડા, ઉલ્ટી, મેલેરીયા તાવ, ડેગ્યુ જેવી બિમારીનો ભોગ બને તે પહેલા પંચાયત દ્વારા તાત્કાલીક સફાઇ કરાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ હતી. જે અંગે અખબારી અહેવાલમાં પ્રસિધ્ધ થતાં નાઠેજ ગામમાં આ ગંદકીને પંચાયત દ્વારા તાત્કાલીક દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તા પર પડેલો ગંદો કચરાને સફાઇ કામદારો દ્વારા ટ્રેક્ટર મારફતે ભરી દૂર કરવામાં આવતા આજુબાજુમાં રહેતા લોકોને રાહત અનુભવેલ છે.


Loading...
Advertisement