ધોરાજીના તરવડા પાસેની ભાદરના પુલ પરથી મોતની છલાંગ લગાવનારી યુવતીની લાશ મળી

22 July 2021 11:22 AM
Dhoraji
  • ધોરાજીના તરવડા પાસેની ભાદરના પુલ પરથી મોતની છલાંગ લગાવનારી યુવતીની લાશ મળી
  • ધોરાજીના તરવડા પાસેની ભાદરના પુલ પરથી મોતની છલાંગ લગાવનારી યુવતીની લાશ મળી

મરનાર યુવતી આણંદના સારસા ગામની અને વેગડીના કારખાનામાં મજૂરી કામ કરતી હોવાનું ખુલ્યુ : પોલીસ તપાસ

ધોરાજી તા.22
ધોરાજીના તરવડા ગામ પાસેની ભાદર નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવનારી યુવતીની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજી નજીક તરવડા ગામ પાસે આવેલ ભાદર નદીના પુલ પરથી અજાણી યુવતીએ પુલ પર ચપલ કાઢીને નદીમાં મોતની છલાંગ લગાવેલ આ અંગે તરવડાના સરપંચ જીતુભાઇ સતાસીયાએ માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયાને જાણ કરતા તત્કાલ 108 મારફતે તેના પાયલોટ ભગીરથસિંહ વાઘેલા અને ઇએનટી નયનભાઇ સોલંકી સાથે દોડી આવી નદીના પાણીમાંથી આ યુવતીની લાશ બહાર કાઢેલ હતી.

આ અંગેની જાણ થતા ધોરાજી પોલીસના મહિલા પીએસઆઇ નયનાબેન કદાવાલા, હિતેશભાઇ ગરેજા, દેવસીભાઇ બોરીચા સહિતનાએ ઘટના સ્થળે આવી પહોંચી કાર્યવાહી કરી ડેડ બોડીને ધોરાજી સરકારી દવાખાને ખસેડાઇ હતી. મરણજનાર યુવતીએ લાલ કલરનો ડ્રેસ પહેરેલ છે અને ગળામાં કાળો દોરો પહેરેલ છે અને હાથ પર અંગ્રેજીમાં એએસ ત્રોફાવેલ છે. આ બનાવ અંગે પીએસઆઇ નયનાબેન કદાવાલા તપાસ ચલાવી રહેલ છે. આ ઘટનાની જાણ થતા વેગડીના સેવાભાવી સરપંચ પુનાભાઇ વડીયાતર દોડી આવેલ હતાં.

આ મરણ જનાર યુવતી જીઆઇડીસીના કારખાનામાં મજુરી કામ કરતી હતી અને તેનું નામ સોનલબેન ઉર્ફે ભાવનાબેન રોહીતકુમાર પટેલ હોવાનું અને તે આણંદ તાલુકાના સારસા ગામની હોવાનું જાણવા મળેલ છે. આ બનાવમાં મરનાર યુવતીના સગા સંબંધીઓને જાણ કરતા તેણે ધોરાજી ખાતે આવીને જરૂરી કાર્યવાહી કરીને મરણ જનારની ડેડબોડીને સોંપતા માનવ સેવાના કાર્યકર્તાઓ ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકી અને સ્વજનો દ્વારા અંતિમ સંસ્કાર કરાયા હતા. આ બનાવ અંગે પીએસઆઇ નયનાબેન કદાવાલા અને હિતેશભાઇ ગજેરા વધુ તપાસ ચલાવી રહેલ છે.


Loading...
Advertisement