જસદણ-વિછીયા તાલુકા યુવા ભાજપનાં નવનિયુકત હોદેદારોને આવકાર સાંપડયો

22 July 2021 11:23 AM
Jasdan
  • જસદણ-વિછીયા તાલુકા યુવા ભાજપનાં નવનિયુકત હોદેદારોને આવકાર સાંપડયો

જિલ્લા ભાજપના હોદેદારો-કાર્યકરોમાં વરણીનો હર્ષ

જસદણ તા.22
જસદણ વિછીયા શહેર તાલુકા યુવા ભાજપના પ્રમુખ મહામંત્રી તેમજ મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રી નીવરણી કરવામાં આવી છે આ તમામ નવ નિયુકત હોદેદારોને જાગૃત કાઉન્સિલર અને જિલ્લા ભાજપ અગ્રણી નરેશભાઈ ચોહલીયા ઍ ઉમળકા ભેર આવકરેલ છે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો ભરતભાઇ બોઘરા પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા મહામંત્રીઓ મનસુખભાઈ રામાણી નાગદાનભાઈ ચાવડા મનીષભાઈ ચાંગેલા તથા રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષભાઈ શિંગાળા મહામંત્રીઓ રવિભાઈ માકડીયા મુકેશભાઈ મકવાણા સહિતનાઓએ ચર્ચા વિચારણાના અંતે પ્રમુખ મહામંત્રી ઓની નિમણુક કરવામાં આવી છે.આ ઉપરાંત જસદણ વિછીયા મહિલા મોરચાના પ્રમુખ અને મહામંત્રી ઑની પણ નિમણૂક કરવામાં આવી છે.

જેમાં જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે નિલેશભાઈ દુધરેજીયા તથા મહામંત્રી તરીકે સાગરભાઈ સાવલિયા તેમજ તાલુકા યુવા પ્રમુખ તરીકે અંકિતભાઈ બોઘરા અને મહામંત્રી તરીકે સતિષભાઈ વાછાણી નિમણૂક કરવામાં આવેલ છે તેમજ જસદણ તાલુકા મહિલા મોરચાના પ્રમુખ તરીકે વીણાબહેન બારોટ મહામંત્રી તરીકે આશાબેન ચાવડા જસદણ શહેર મહિલા પ્રમુખ તરીકે કોકીલાબેન વાલાણી મહામંત્રી તરીકે મંજુલાબેન સતાણી તેમજ વિછીયા તાલુકા મહિલા પ્રમુખ પદે રેખાબેન બાવળીયા અને મહામંત્રી પદે આશાબેન વૈષ્ણવ ની નિમણૂક કરવામાં આવી છે.

આ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને રાજકોટ જિલ્લા ભાજપના આમંત્રિત સભ્ય અને જસદણ નગરપાલિકાના લોકપ્રહરી કોર્પોરેટર અને પત્રકાર નરેશભાઈ ચોહલીયા ઍ આવકારીને અભિનંદન પાઠવ્યા છે.


Loading...
Advertisement