વાંકાનેર દોશી કોલેજ ખાતે વૃક્ષારોપણ કરાયું

22 July 2021 11:23 AM
Morbi
  • વાંકાનેર દોશી કોલેજ ખાતે વૃક્ષારોપણ કરાયું

વાંકાનેરની દોશી કોલેજ ખાતે એનસીસી કેડેટ તથા ઓફિસર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કોલેજનાં પ્રિન્સિપાલ ડો. વાય.એમ. ચુડાસમા તથા એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ ડો.વાય.એ. ચાવડાનાં માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એનસીસી કેડેટ દ્વારા કોલેજ અને આસપાસમાં વૃક્ષારોપણ કરી તેના જતન માટે લોખંડનાં પાંજરા મૂકવામાં આવ્યાં હતાં, આ તમામ વૃક્ષોને એનસીસી કેડેટ દ્વારા દત્તક લેવામાં આવ્યાં હતાં જેનું જતન કરાવવાની સાથે તાલુકા અને શહેરી જનોને પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવા અપીલ કરવામાં આવી હતી.


Loading...
Advertisement