જેતપુરમાં ઝડપાયેલા દારૂના જથ્થા પ્રકરણમાં ફરાર બુટલેગરોને દબોચી લેવા પોલીસ તપાસ

22 July 2021 11:26 AM
Rajkot Crime
  • જેતપુરમાં ઝડપાયેલા દારૂના જથ્થા પ્રકરણમાં ફરાર બુટલેગરોને દબોચી લેવા પોલીસ તપાસ
  • જેતપુરમાં ઝડપાયેલા દારૂના જથ્થા પ્રકરણમાં ફરાર બુટલેગરોને દબોચી લેવા પોલીસ તપાસ
  • જેતપુરમાં ઝડપાયેલા દારૂના જથ્થા પ્રકરણમાં ફરાર બુટલેગરોને દબોચી લેવા પોલીસ તપાસ

બાપુની વાડી વિસ્તારના રહેણાંકના મકાન પર દરોડો પાડી 22.47 લાખનો મુદામાલ સાથે એકને દબોચી લેવાતા સનસનાટી : અન્ય પાંચને પકડી પાડવા તજવીજ

જેતપુર તા.22
જેતપુરમાં બાપુની વાડી વિસ્તારમાં આવેલા રહેણાંકના મકાન ઉપર એએસપી સાગર બાગમાર અને પોલીસ કાફલાએ દબોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો અને દારૂની ભઠ્ઠી પકડી પાડી 22.47 લાખનો મુદામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. આ દરોડા દરમિયાન કિશોર ઉર્ફે ટોની મનસુખભાઇ બારૈયા (રહે.બાપુની વાડી જેતપુર) નામના આરોપીન દબોચી લેવામાં આવેલ છે. જયારે અનીલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા (રહે.જેતપુર બાપુની વાડી), ધીરેન અમૃતલાલ કારીયા (રહે.જૂનાગઢ) અને અન્ય ત્રણ શખ્સોને ઝબ્બે કરવા માટે કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.

દરોડાની આ કાર્યવાહી પાંચ કલાક કરતા પણ વધુ સમય ચાલી હતી. જેમાં મોટી સંખ્યામાં દારૂની બોટલો ઝડપાતા જેતપુર વિસ્તારમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. આ અંગે મળતી સીલસીલાબંધ વિગતો એવા પ્રકારની છે કે જેતપુરમાં બાપુની વાડી વિસ્તારમાં અભિષેક સ્કુલ પાસે આવેલ ‘પંચદેવ કૃપા’ નામના રહેણાંકના મકાનમાં બુટલેગર અનીલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા તથા ધીરેન અમૃતભાઇ કારીયા (રહે.જૂનાગઢવાળા)એ સાથે મળી વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતા જ પોલીસ અધિકારી સાથેના કાફલાએ ઉપરોકત સ્થળે ઘસી જઇ દરોડો પાડયો હતો.

જેમાં (1) મેકડોવેલ્સ નં.1 સુધીરીયર વ્હીસ્કીની બોટલ નંગ રૂા.2,972 કિં.રૂા.8,91,600, (2) સિગ્નેચરની બોટલ નંગ 612 કિં.રૂા.3,67,200, (3) ઓલ સીઝન રેરે એગેજ વ્હીસ્કીની બોટલ નંગ 1,799 કિં.રૂા.5,39,700 (4) મેકડોવેલ્સ નં.1 સુપીરીયર વ્હીસ્કીના ચપલા નંગ 4,464 કિં.રૂા.4,46,400 (5) ભઠ્ઠીના સાધનો કિં.રૂા.2,400, (6) એક મોબાઇલ ફોન કિં.રૂા.500 મળી આવતા કુલ 750 એમ.એમ.ની બોટલ નંગ 5,383 તથા 180 એમએમની બોટલ નં.4464 મળી કુલ કિં.રૂા.22,47,800નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

દરોડાની આ કાર્યવાહી દરમિયાન કિશોર ઉર્ફે ટોની મનસુખભાઇ બારૈયા, (રહે.જેતપુર, બાપુની વાડી) નામના આરોપીને દબોચી લેવામાં આવેલ છે. જયારે અનીલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા (રહે.જેતપુર બાપુની વાડી), ધીરેન અમૃતલાલ કારીયા (રહે.જૂનાગઢ) ત્રણ અજાણ્યો ઇસમો તે ઝબ્બે કરવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.


Related News

Loading...
Advertisement