ભાવનગરમાં ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં સેવાકાર્ય

22 July 2021 11:27 AM
Bhavnagar
  • ભાવનગરમાં ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં સેવાકાર્ય

ભાવનગર તા.22
પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલના સફળતા પુર્વક નેતૃત્વનું એક વર્ષ પૂર્ણ થયેલ હોય તે નિમિતે ભાવનગર શહેરના અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા અને મહામંત્રીઓ યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ અને ડી. બી. ચુડાસમા સહિત સમગ્ર શહેર સંગઠનના તમામ કાર્યકરો, પદાધિકારીઓ, મહાનગરપાલિકાના પદાધીકારીઓ, નગરસેવકો, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના ચેરમેન તથા સદસ્યો, વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા શહેરના 13 વોર્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ.

જોગાનુજોગ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલજીના સફળ કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયુ તે દિવસે 20-07ના રોજ દેવપોઢી એકાદશી હતી, તેથી આ શુભ દિવસે ભાવનગર મહિલામોર્ચા દ્વારા 101 બાલિકાઓને જવારા, ખજૂર, ચીકી, ફ્રુટ ના પેકેટ વિતરણ કરવામાં આવેલ. તેમજ આવનારા વર્ષોની સફળતા માટે ગૌપૂજન કરીને સુંદર ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નિમુબેન બાંભણીયા, ભાવનગર શહેરના મેયર કીર્તિબેન દાણીધરીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર શહેર મહિલા મોરચાના પ્રમુખ કોમલબેન માંગુકિયા, મહામંત્રી રંજનબેન પરમાર અને ડો. મલ્લિકાબેન આચાર્ય તેમજ મહિલા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહેલ.


Loading...
Advertisement