હળવદ વિસ્તારમાં ‘આપ’ની જન સંવેદનાયાત્રાનું સ્વાગત

22 July 2021 11:30 AM
Morbi
  • હળવદ વિસ્તારમાં ‘આપ’ની  જન સંવેદનાયાત્રાનું સ્વાગત

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી અપાઇ

હળવદ, તા. 22
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જન સંવેદના યાત્રા દ્વારા કોરોના માં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેના ભાગરૂપે હળવદ ખાતે આ યાત્રા આવી પહોંચી હતી હળવદ તેમજ તાલુકાના કવાડીયા , માથક સહિતના ગામોમાં કોરોના મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ તકે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા તેમજ આપના નેતા પ્રવીણ રામ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જે સ્થળ અમને 10 દિવસ પહેલા બુક કરાવેલ હતું તે અચાનક જ અમને ના આપવામાં આવ્યું તેમજ મંડપ ,સાઉન્ડ, અને લાઈટ આવી અનેક મુસીબતોનો અમારે સામનો કરવો પડ્યો તેમ છતાં અમે આયોજન કર્યું છે અને ભાજપની વિનાશકાળે વિપરીત બુદ્ધિ છતી થઈ છે તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, યુવા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, હિતેશભાઈ મકવાણા, ચંદુભાઈ મોરી, જયપાલસિંહ ઝાલા, જયસુખભાઈ થડોદા, કે.ડી ઝાલા, રાજુભાઈ રબારી સહિત તેમજ તાલુકાની ટિમ દ્વારા સફળ બનાવવા મહેનત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રવિણ રામ, પ્રદેશ સંગઠન મંત્રી અજિત લોખીલ, મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા તેમજ ખેડૂત અગ્રણી ગોવિંદભાઈ વાલાણી સહિતના આગેવાનોએ હાજરી આપેલ હતી.ગુજરાતના લોકો હવે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, વેપાર, વ્યવસાય, વીજળી, પાણી અને ભ્રષ્ટાચારમુક્તિના મુદ્દે વ્યવસ્થા પરિવર્તન કરવા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.


Loading...
Advertisement