દ્વારકાના શિવરાજપુરમાં ગોવાને પણ ઝાંખો પાડે તેવો બીચ બનશે

22 July 2021 11:32 AM
Jamnagar Gujarat
  • દ્વારકાના શિવરાજપુરમાં ગોવાને પણ ઝાંખો પાડે તેવો બીચ બનશે
  • દ્વારકાના શિવરાજપુરમાં ગોવાને પણ ઝાંખો પાડે તેવો બીચ બનશે
  • દ્વારકાના શિવરાજપુરમાં ગોવાને પણ ઝાંખો પાડે તેવો બીચ બનશે
  • દ્વારકાના શિવરાજપુરમાં ગોવાને પણ ઝાંખો પાડે તેવો બીચ બનશે

રૂપાણી સરકારે પ્રથમ ચરણમાં રૂા.20 કરોડની ફાળવણી કર્યા બાદ વધુ 80 કરોડ આપવા મુખ્યપ્રધાને બીચ મુલાકાત દરમિયાન કરેલી જાહેરાત

રાજકોટ, તા.22
પ્રવાસીઓ માટે ગોવાથી પણ આહલાદક બીચ દ્રારકાના શિવરાજપુરમાં બનવા જઇ રહ્યો છે. બીચ ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકારે પ્રથમ ચરણમાં રૂ.20 કરોડની ફાળવણી કર્યા બાદ વધુ 80 કરોડ આપવાની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. સૌરાષ્ટ્રના વિશાળ સાગરકાંઠાના વિસ્તારોને ડેવલપ કરીને પ્રવાસન ક્ષેત્રે દેશ-વિદેશના સહેલાઓને આકર્ષિત કરવા માટે ગુજરાત સરકાર વધુ એક ધ્યેય સિધ્ધ કરવા જઇ રહી છે.

સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસીઓ માટે દીવ-દમણ આ ગોવા આ ત્રણ મુખ્ય મનપસંદ બીચ છે. ખાસ કરીને ગોવા બીચનો આનંદ માણવાના શોખિનોને હવે સૌરાષ્ટ્રના ઘરઆંગણે જ આવો નઝારો જોવા મળશે. દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને ગોવાના બીચથી પણ ટક્કર મારે એવી સુવિધા સાથે ડેવલપ કરવામા આવી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઇકાલે દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ તકે તેમણે શિવરાજપુર બીચના ચાલતા વિકાસ કામની પણ મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે, શિવરાજપુર બીચના વિકાસ માટે ગુજરાત સરકારે અગાઉ રૂ.20 કરોડની ફાળવણી કરી આપી છે. વધુ રૂ.80 કરોડ આપવા મુખ્યમંત્રી રૂપાણીએ બીચની મુલાકાત દરમિયાન જાહેરાત કરી છે.

શિવરાજપુર બીચની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મુખ્યપ્રધાનના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, પુર્વ ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પંચાયતના પ્રમુખ રાજીબેન મોરી, નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સાંમાણી, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર રમેશભાઇ હેરમા, દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજય બુજડ, તાલુકા ભાજપ પ્રમુખ વરજાંગભા, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઇ કણઝારિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, પોલીસ અધિક્ષક સુનિલ જોષી, નિવાસી અધિક કલેકટર કે.એમ.જાની, પ્રાંત અધિકારી એન.ડી.ભેટારિયા સહિતના સાથે રહ્યા હતા.

ત્રણ કિલોમીટરથી વધુ ઘેરાવમાં ડેવલપ થઇ રહ્યો છે શિવરાજપુર બીચ
શિવરાજપુર બીચને ત્રણ કિલોમીટરથી પણ વધુ ઘેરાવમાં ડેવલપ કરવામા આવી રહ્યો છે. ફેઇઝ-1માં રૂ.20 કરોડના ખર્ચે થતુ કામ હાલ પ્રગતિમાં છે. વધુ રૂ. 80 કરોડના ખર્ચે થનાર કામ માટે ટુંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવા મુખ્યમંત્રી રૂપાણીએ આદેશ કર્યો છે.

પરમીટધારકો માટે પણ શિવરાજપુર બીચ ઉપર દારૂબંધીનું ચુસ્ત પાલન
ગોવાને પણ ઝાંખો પાડી દે એવો વિકાસ દ્વારકાના શિવરાજપુર બીચનો થઇ રહ્યો છે. વોટર રાઇડ્સ, એમ્બ્યુઝમેન્ટ પાર્ક, ફૂડ ઝોન સહિતની સુવિધા થઇ રહી છે. આબેહૂબ ગોવાના બીચ જેવો જ નઝારો હશે પણ ફરક માત્ર એટલો હશે કે બંધાણીઓ માટે અહીં દારૂબંધીનો કડક કાયદો પાલન કરવામા આવશે. પરમીટધારક હોય તેવા બંધાણીઓને પણ અહીં દારૂ પીધેલી હાલતમાં નો-એન્ટ્રી રહેશે.

Related News

Loading...
Advertisement