જૂનાગઢ ઉપરકોટમાં 20 તોપ-સ્મારકો ખુલ્લા મુકાશે : મુખ્યમંત્રી

22 July 2021 11:35 AM
Junagadh Gujarat
  • જૂનાગઢ ઉપરકોટમાં 20 તોપ-સ્મારકો ખુલ્લા મુકાશે : મુખ્યમંત્રી

કિલ્લાના રીનોવેશન સાથે જુનાગઢને નવા નજરાણાની ભેંટ મળશે

જુનાગઢ, તા.22
જૂનાગઢ એટલે જુનાગઢની ઐતિહાસિક વિરાસતો, રાજા રજવાડા, રાખેંગાર-રા માંડલિકના સમયની જૂનાગઢને ફરતી રાંગ (કિલ્લો) મુખ્ય દરવાજો જે રાખેંગારના ભાણેજ દેશળ-વિશળે ખોલી નાખી સિધ્ધરાજનાસૈન્યને ઉપરકોટના કિસ્સામાં ઘુસવા દીધા હતા તે પ્રવેશદ્વાર, નીલમ તોપ, રાણકદેવીનો મહેલ, અડી કડી વાવ, નવઘણ કુવો, અનાજના કોઠારો-ભંડારો, સાયકલ ટ્રેક, 23 કિ.મી.ના કિલ્લાનું રીનોવેશનના કામગીરીનું નિરીક્ષણ કરી પ્રોજેકટની સમીક્ષા મુખ્યમંત્રી રૂપાણીએ કરી હતી.

ઉપરકોટમાં રીનોવેશન દરમ્યાન અલગ અલગ જગ્યાઓથી 20 જેટલી તોપ મળી આવી છે આ તોપ ઉપર માટીના મોટા ઢગ જામી ગયા હતા તેને સાફ કરી તેની જે તે જગ્યાએ ફરી મુકી દેવામાં આવશે ઉપરકોટ કિલ્લાને ચડીને પાથ આવેલ હતો તે પાથ સાફ કરી ફરીથી સ્થાપિત કરાયો છે. જેથી હવે કિલ્લો નજીકથી જોઇ શકાશે.

બે વોચ ટાવર બની રહ્યા છે. વોચ ટાવર થી જુનાગઢમાં સનસેટ વ્યુહનો નજારો જોવા મળશે. અડી કડી વાવ હટાઇ ગયેલ હતી તે વાવ હવે જોવા મળશે. કિલ્લો બનાવવામાં આવ્યો ત્યારે રેતી જેવી ચીજવસ્તુઓ મીક્ષ કરવા માટેની 3 ચકરડીઓ પણ મળી આવી છે. ઉપરાંત ગત પાવડર, બારૂદ રૂમ, લશ્કરી વાવ જેવા સ્મારકો અને અવરજવર માટે નવો સાયકલ ટ્રેક પણ લોકોના નજરાણા માટે ઉપયોગમાં લેવાશે.


Related News

Loading...
Advertisement