ગીરગઢડાનાં હરમડીયા ગામ ત્રણ પક્ષો વચ્ચે ચાલતા જમીન વિવાદનો સુખદ અંત : સમાધાન

22 July 2021 11:36 AM
Veraval
  • ગીરગઢડાનાં હરમડીયા ગામ ત્રણ પક્ષો વચ્ચે ચાલતા જમીન વિવાદનો  સુખદ અંત : સમાધાન

70 વર્ષ બાદ ત્રણ કુટુંબો તલાટી મંત્રીની હાજરીમાં એકઠા થયા

ઉના તા.22
છેલ્લા 1953 થી હરમડિયા ગામે ખીચડીયા પરિવાર, કુંભાણી પરિવાર તેમજ ડોબરિયા પરિવાર વચ્ચે જમીન બાબતએ એક વિવાદ ઉભો હતો. જેમાં 1 હેક્ટરથી વધુ જમીનનો વિવાદ હોય થોડા વર્ષ અગાઉ 67 ગુંઠા જમીન બાબતે સમાધાનનો ઉકેલ આવ્યો હતો. પરંતુ 13 ગુંઠા અને 27 ગુઠાં જમીનના બે ટુકડાના પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું ન હતો. ગામના આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો થયા, મામલતદાર કચેરીમાં કેસ દાખલ થયેલ અને કોર્ટ કેસ પણ થયો હતો. અને આર્થિક ઘસારા સિવાય બીજું કાંઈ હાથ ન લાગ્યું.

રસ્તાની બંને બાજુ આવેલ જમીનનો એવો ગૂંચવણ ભર્યો પ્રશ્ન હતો કે ત્રણેય પક્ષોને એવું લાગતું હતુ કે પોતાને અન્યાય થતો હોય આ વિવાદ રમેશભાઈ તથા વિનુભાઈ ખીચડીયાની ફરીયાદ અરજી સર્કલ ઓફિસર, વી. બી. વ્યાસ તેમજ મહેસુલ તલાટી, એન. કે. વાળા પાસે પહોંચી હતી. અને ત્યાર બાદ એક દિવસ બન્ને સાથે મળી ગામની મુલાકાત લીધી હતી. અને આ જમીનનો આખો વિવાદ જાણી બાદમાં સમાધાનનો પ્રયાસ કરેલ પરંતુ નિષ્ફળ વાત એવી ફસાયેલ હતી કે સમાધાન સિવાય એનો કોઈ ઈલાજ ન હતો.

તેથી તેઓ નિરાશ થઈ પરત ફર્યા હતા... તા. 19/7/2021 ના 11 વાગે હરમડિયા ગામે એન. કે. વાળા, મહેસુલ તલાટીએ ફરી એકવાર વાદી અને પ્રતિવાદીને બોલાવ્યા અને ફરિયાદી રમેશભાઈ અને વિનુભાઈ, પ્રતિવાદી રાજુભાઈ ડોબરિયા અને ઘનશ્યામભાઈ કુંભાણી, તેમજ પંચ તરીકે આગેવાન નૂતનબા, રસિકભાઈ ભીમાણી, ઘનશ્યામભાઈ ડોબરિયા તથા અન્ય પંચ આવ્યા. અને દલીલો, વાદ વિવાદ આક્ષેપો સામ-સામે થવા લાગ્યા હતા. સવારે અગીયાર વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી ચાલ્યુ અને આખરે હકારાત્મક પરિણામ આવતા પંચના શાણપણ, વાદી અને પ્રતિવાદીની સમજણથી સમાધાન થયું હતુ. આમ ત્રણ કુટુંબમાં શાંતિ સ્થપાઈ 70 વર્ષે સાથે બેસી ચા પીઇ વિવાદનો અંત લાવવામાં પંચ સાથે મામલતદાર કચેરી સ્ટાફ પણ સહભાગીદાર થયાનો આનંદ અનુભવેલ હતો.


Loading...
Advertisement