લેટસ ફલાય... વિશ્વના અનેક દેશોએ ભારતીય ટુરીસ્ટ માટે દ્વાર ખોલી નાખ્યા

22 July 2021 11:42 AM
India
  • લેટસ ફલાય... વિશ્વના અનેક દેશોએ ભારતીય ટુરીસ્ટ માટે દ્વાર ખોલી નાખ્યા

ઓગષ્ટથી લઈ ડિસેમ્બરના સાવચેતી સાથે બુકીંગ: કોવિશિલ્ડને યુરોપમાં માન્યતા મળતા સરળતા: રશિયા સહિતના દેશો તો આરટીપીસીઆર નેગેટીવ જ માંગે છે

નવી દિલ્હી:
દેશમાં ગત વર્ષે કોરોનાના સંક્રમણ બાદ આંતરરાષ્ટ્રીય ટુરીઝમ પર લગભગ તાળા લાગી ગયા હતા પણ હવે ભારતમાં બીજી લહેર બાદ પોઝીટીવ કેસ સ્થિર થવા લાગતા અને વેકસીનેશન વધવા લાગતા હવે વિશ્વના અનેક દેશો ભારતીય પ્રવાસીઓ અને ટુરીસ્ટ માટે તેમના દ્વાર ખોલી રહ્યું છે અને હવે દિપાવલી કે છેક ડિસેમ્બર સુધીની ટ્રાવેલીંગ પુછપરછ પણ વધવા લાગી છે.

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં હાલ દૈનિક પોઝીટીવ 38-40 હજાર પ્રતિદિન આસપાસ નોંધાઈ રહ્યા છે અને તેની સામે રોજ 40-50 લાખ લોકોને વેકસીન આપવામાં આવી રહી છે. આમ નવા પોઝીટીવ કરતા વેકસીનેશનની ઝડપ અનેક ગણી વધુ છે. જો કે દેશમાં ત્રીજી લહેરની ચિંતા છે અને તેની સામે મુકાબલા માટે વેકસીનેશન એ રોજના 50 લાખથી વધારીને 70 લાખ સુધી કરવાની જરૂર છે તેમાં સ્પીડબ્રેકર આવી ગયા છે છતાં પણ વિદેશ ટ્રાવેલ કરી શકતા વર્ગએ ખુદે સિંગલ કે ડબલ ડોઝની ચિંતા સાથે વેકસીન સર્ટીફીકેટ મેળવી લીધા છે અને વિદેશમાં પણ ડબલ ડોઝ મેળવનાર માટે તેના દ્વાર ખોલવામાં આવી રહ્યા છે જેના કારણે હવે ડિસેમ્બર સુધીમાં વિદેશી ટ્રાવેલમાં વધારો થઈ શકે છે.

ભારતમાંથી હાલ વ્યાપાર અને જોબ ટ્રાવેલ તો શરુ થઈ છે પણ હવે માલદીવ, રશિયા, સ્વીટઝરલેન્ડ અને યુએઈ સહિતના દેવા માટેનું ટ્રાવેલીંગ 35થી85% જેવું મળી ગયું છે. જેમાં જુલાઈ-ઓગષ્ટમાં માલદીવ-રશિયા માટેનું પુછપરછથી બુકીંગ સૌથી વધુ છે. જો કે યુરોપના અનેક દેશોમાં હજુ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. અમેરિકામાં પણ રોજના કેસ 50000થી વધી રહ્યા છે તેની આ દેશો માટે હજુ સાવચેતી ભર્યુ બુકીંગ છે. જેઓએ વેકસીન લીધી નથી તેવા લોકોને પણ માલદીવ-રશિયા-જર્મની-તુર્કી-નેપાળ-યુકેઈન જેવા દેશો આરટીપીસીઆર નેગેટીવ ટેસ્ટના આધારે પ્રવાસીઓને આવકાર આપે છે. બીજી તરફ ટ્રાવેલ પોર્ટલ અને ટ્રાવેલ એજન્સીઓ એક એક સપ્તાહ આગળ વધીને બુકીંગ કરે છે જેથી કેન્સલેશનની ચિંતા ઓછી રહે છે.

ફ્રાન્સ સહિતના 17 યુરોપીયન દેશોએ ભારતની કોવિશિલ્ડ વેકસીનને માન્યતા આપી દીધી છે જેનાથી મોટી રાહત છે. કોર્પોરેટ જગતમાં પણ હવે ટોચના એકઝીકયુટીવ લાંબા સમયથી દેશમાં જ હોવાથી કોઈ ખાસ સ્થળે થોડો સમય વિતાવવા માંગે છે. રશિયા, સ્વીટઝરલેન્ડ બે ફુટના સ્થળોમાં જયારે શોર્ટ ડ્રાય માટે દુબઈ અને માલદીવ સૌથી વધુ બુકીંગ મેળવે છે. જો કે અમેરિકા હજુ સાવચેતીથી આગળ વધે છે. અમેરિકા ટ્રાયલ કેટેગરીમાં કયાં છે. મતલબ કે ભારતમાં પ્રવાસ કરતા પુર્વે વિચારવું એ એલર્ટ છે તેથી ભારતમાં હજું ઈનવર્ડ ટુરીઝમ પર થયું નથી.


Related News

Loading...
Advertisement