રેલનગર ખાતે આવેલ આશિર્વાદ સ્કુલના સંચાલક વિરેન્દ્રભાઇ ચપલાનો પુત્ર વિજય વિરેન્દ્રભાઇ ચપલા અંગે જાહેર ચેતવણી

22 July 2021 11:44 AM
Rajkot
  • રેલનગર ખાતે આવેલ આશિર્વાદ સ્કુલના સંચાલક વિરેન્દ્રભાઇ ચપલાનો પુત્ર વિજય વિરેન્દ્રભાઇ ચપલા અંગે જાહેર ચેતવણી

આથી અમો નીચે સહી કરનાર વંસીકાબેન વિજયભાઇ ચપલા રહે. રાજકોટવાળા આ જાહેર ચેતવણીથી જાહેર કરીએ છીએ કે, વિજય વિરેન્દ્રભાઇ ચપલા અમારા પતિ છે અને અમારા લગ્ન થયેલ લગ્ન બાદ અમારા પતિ વિજય, સસરા વિરેન્દ્ર ચપલા, સાસુ બિનાબેન વિરેન્દ્રભાઇ ચપલાએ અમોને માનસીક અને શારીરિક ત્રાસ આપવાનું ચાલુ કરેલ અને ત્યારબાદ અમારા પતિ વિજયભાઇએ સિગ્નેચર સ્પાના નામે ધંધો શરૂ કરેલ ત્યાં કામ કરતી મંદાકીની નામની સ્ત્રી સાથે લગ્ન બહારના સંબંધો શરૂ કરેલ અને મૈત્રીકરાર કરી તેની સાથે લગ્નબહારના સંબંધોથી વ્યભિચારી જીવન વિતાવવા લાગેલા અને ઘરના છોડીને ચાલ્યા ગયેલા ત્યારબાદ મારા સાસુ-સસરાએ અમોને પાછળથી ખુબ જ દુ:ખ-ત્રાસ આપવા લાગેલ અને જેથી અમારે અમારા સસરા પક્ષના લોકો સામે મહિલા પોલીસ સ્ટેશન ફોજદારી ફરીયાદ કરેલી છે અને અમારા પતિ વિરૂધ્ધ રાજકોટની ફેમીલી કોર્ટમાં ભરણપોષણની તથા ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ અંગે ફરીયાદ કરેલ છે અને અમારા પતિ હાલમાં પણ કોઇ સ્ત્રી સાથે લગ્ન બહારના સંબંધો રાખે છે જેથી મારે આ જાહેર નોટીસથી જાહેર જનતાને જાણ કરવાની કે અમારો પતિ ખુબ જ ખરાબ પ્રકૃતિનો છે અને અમારી સાથે જે રીતે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરેલ છે તે રીતે અન્ય કોઇ વ્યકિતઓ આ વ્યકિતનો ભોગ ન બને તે માટે જાહેર જનતાને જાણ કરવાની કે આ અમારા સસરાના લોકો સાથે કોઇએ કોઇ જ પ્રકારનો આર્થિક સામાજીક વ્યવહાર કરવો નહી જેની નોંધ લેવા વિનંતી છે.

વંસિકાબેન વિજયભાઇ ચપલા વિજય ચપલાના પત્ની દરજજે


Related News

Loading...
Advertisement