બાબરા : વાવાઝોડામાં નુકસાનીમાં પૈસા ખેડૂતોને તાકીદે ચુકવી આપો

22 July 2021 11:55 AM
Amreli
  • બાબરા : વાવાઝોડામાં નુકસાનીમાં પૈસા ખેડૂતોને તાકીદે ચુકવી આપો

જિલ્લા કલેકટરને રજૂઆત કરતા ખેડુત નેતા ઉંધાડ

બાબરા, તા. 22
અમરેલી જિલ્લા માં તાઉતે વાવાઝોડા એ સમગ્ર જિલ્લામાં વિનાશ વેર્યો હતો અમરેલી જિલ્લા ના તમામ તાલુકાઓમાં વાવાઝોડા ની અસર રહી હતી રાજુલા જાફરાબાદ પંથકમાં મોટી નુકસાની થઈ હતી તેમજ જીલ્લા ના અન્ય તાલુકાઓમાં પણ વાવાઝોડા ના કારણે ખેડૂતોને પાકનુ નુકસાન માલ ઢોર ના મરણ સહીત ખેડૂતો ને નુકસાન થયું હતું તે બાબતે લાઠી બાબરા ના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડે ખેડૂતો વતી રાજ્ય સરકાર માં રજુઆત કરી હતી જેને પગલે સરકાર દ્વારા બાબરા તાલુકાના અઢારસો ખેડૂતો ને બે કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે સરકાર દ્વારા આ રકમ એસબીઆઈ બેંકના ખાતાં જમા કરાવ્યા હતા ખેડૂતો ને બેંક દ્વારા ચુકવવામાં આવતા નથી તે બાબતે લાઠી બાબરા ના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડે અમરેલી જિલ્લા કલેકટર ને રજૂઆત કરી હતી કે બાબરા તાલુકામાં તાઉતે વાવાઝોડાના કારણે જે નુકસાન થયું છે તેની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવી.


Loading...
Advertisement