ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ વધ્યો

22 July 2021 11:58 AM
Entertainment Gujarat
  • ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ વધ્યો

કોરોનાએ થિયેટરોને તાળા લગાવતા : નવા 3 પ્લેટફોર્મનાં લોંચ સાથે ઈન્ડસ્ટ્રીઝનાં રોકાણ 5 વર્ષમાં રૂા.1000 થવાની શકયતા

અમદાવાદ તા.21
કોરોના મહામારી બાદ ઓટીટીનું ચલણ વધ્યુ છે. માત્ર મનોરંજનનું સ્ત્રોત ન બનીને ઓટીટી લોકોને બહારની દુનિયાની ખુશી તેમજ સાંત્વના આપવામાં સફળ થયુ છે. હવે ગુજરાતી સિનેમા પણ પોતાના વિકસીત અવતાર માટે દર્શકો વચ્ચે ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. ફીલ્મ નિર્માતા તેમજ પ્રોડયુસર્સને કન્ટેન સાથે પ્રયોગ ઉપરાંત યુવા પ્રતિભાઓને લોંચ કરવા માટે પણ આ પ્લેટફોર્મ ઉપયોગી બની રહ્યા છે.

નિષ્ણાંતો મુજબ છેલ્લા બે વર્ષમાં અનુભવના આધારે આવતા બે થી પાંચ વર્ષમાં ગુજરાતી સામગ્રીનાં ઓટીટી પ્લેટફોર્મ પાંચ ગણા વિકસીત થવાની સંભાવના છે. કોરોના પુર્વે ગુજરાતી સિનેમાનું વાર્ષિક રોકાણ આશરે 200 કરોડ રૂપિયા હતું જે આવતા પાંચેક વર્ષમાં 1000 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે. આ આંકડાથી સહમત થતા નિર્દેશક અને નિર્માતા સંદીપ પટેલે જણાવ્યું હતું કે અમે 2015 પછી ગુજરાતી સિનેમામાં એક મોટો બદલાવ જોવા મળ્યો છે. ફિલ્મોને સમીક્ષકોએ વખાણી છે. ઉપરાંત તેણે સારો વેપાર પણ કર્યો છે.

તેમણે કહ્યું કે અમને ઓટીટી પ્લેટફોર્મ માટે વધુ કન્ટેન્ટ મળે છે. જેનાથી સબસ્ક્રાઈબર્સ વધવામાં ફાયદો થાય છે. જેમાંથી સારી કમાણી થઈ શકે છે. આ પ્લેટફોર્મ નિર્માતાઓને વિવિધ સામગ્રી સાથે પ્રયોગ કરવાની પણ છૂટ આપે છે. જેથી દરેક પ્રકારનાં ગ્રાહકો ખુશ થઈ શકે છે. જેથી 3 ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ઉપરાંત ટુંક સમયમાં હજુ 3 પ્લેટફોર્મ લોંચ કરવામા આવશે. ઓહો ગુજરાતીના પ્રમોટર અભિષેક જૈને કહ્યું કે, નજીકનાં ભવિષ્યમાં 2-3 ઓટીટી પ્લેટફોર્મ લોંચ થવાની શકયતા છે. જેથી ઓડીયન્સ બેઝ વધશે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ ફિલ્મ એન્ટરટેનમેન્ટ મીડીયા ઈવેન્ટનુ કમીટી પણ અભિનેતાઓથી લઈને નિર્માતા સુધી ગુજરાતી સિનેમાને વિકસવાની મદદ કરે છે.તેના અધ્યક્ષે કહ્યું કે કોવીડ પુર્વે એક વર્ષમાં આશરે 100 ગુજરાતી ફિલ્મો બનાવી જે માટે 200 કરોડ ખર્ચ થતો પરંતુ કોરોના બાદ ઓટીટી પ્લેટફોર્મ ઝડપથી વધી રહ્યા છે.જેથી યુવાનો માટે વધુ સાર્થક સામગ્રી પેદા થવાની સંભાવના છે પ્રતિક ગાંધીએ જણાવ્યું કે ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ પર વધુ સારૂ કન્ટેન્ટ મળી શકશે.


Related News

Loading...
Advertisement