અમરેલીમાં ગેરકાયદેસર બાયો ડીઝલની હેરાફેરી ઝડપાઇ : રૂા.11.60 લાખનો જથ્થો જપ્ત કરાયો

22 July 2021 12:00 PM
Amreli Crime Saurashtra
  • અમરેલીમાં ગેરકાયદેસર બાયો ડીઝલની હેરાફેરી ઝડપાઇ : રૂા.11.60 લાખનો જથ્થો જપ્ત કરાયો

ક્રાઇમ બ્રાંચે રાત્રીના ચોક્કસ બાતમી આધારે રેઇડ પાડી : ત્રણ શખ્સોની ધરપકડ : પાંચ સામે ગુનો દાખલ

અમરેલી તા.22
અમરેલીનાં લાઠી રોડ ઉપરથી ગઇકાલે રાત્રીનાં સમયે બે અલગ-અલગ વાહનમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો રાખી હેરફેર કરતાં હોય, આ અંગેની બાતમી અમરેલી એલસીબીને મળતાં 2 વાહનો બાયોડીઝલ લીટર 2700 સહિતનો કુલ રૂા.11,60,000નાં મુદામાલ સાથે 3 ઇસમોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક માથાઓની સંડોવણી ખુલ્લી શકે તેમ છે.

આ બનાવમાં અમરેલીમાં રહેતા દેવશીભાઇ માયાભાઇ વાંકીયા, મિતેશભાઇ જગદીશભાઇ જાગાણી તથા ઇશ્ર્વરીયા ગામે રહેતાં મુકેશભાઇ રામજીભાઇ વાજા ગઇકાલે રાત્રીનાં સમયે અત્રેનાં લાઠી રોડ ઉપર આઇશર નં.જીજે 10 એકસ 8641 તથા ટાટા 407 નં.જીજે 04 વી 2761માં પ્લાસ્ટીકનાં ટાંકામાં બાયોડીઝલ લીટર 2700 ભરીને નીકળતાં અને આ અંગે અમરેલી એલસીબી પોલીસને બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી ઉપરનાં બંને વાહનોની તલાસી લેતા આ બંને વાહનોમાંથી બાયોડીઝલ વગર પાસ પરમીટે હેરફેર કરવામાં આવતો હોય, જેથી બાયોડીઝલ કિંમત રૂા.1,89,000, પ્લાસ્ટીકના ટાંકા નંગ-2 કિંમત રૂા.20,000 આઇસર વાહન કિંમત રૂા.8 લાખ, ટાટા 407 કિંમત રૂા.1,50,000, મોબાઇલ ફોન-2 કિંમત રૂા.1 હજાર મળી કુલ
રૂા.11,60,000નો મુદામાલ કબ્જે લઇ ઝડપાયેલ 3 શખ્સોની પુછપરછ હાથ ધરવામાં આવતાં આ જથ્થો ચાંદગઢ ગામે રહેતા જીલુભાઇ નામનાં ઇસમ પાસેથી મેળવ્યો હતો અને આ જીલુભાઇએ આ બાયોડીઝલનો જથ્થો ભાવનગર જીલ્લાનાં રંધોળા ગામ પાસે આવેલ ચોકડીવાળા રામજીભાઇ પાસેથી મેળવ્યાનું જણાવતાં પોલીસે આ પાંચેય ઇસમો સામે આઇપીસી કલમ 278, 285, 114 આવશ્યક ચીજવસ્તુ ધારા 3,7,11 મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement