પાક.પીએમ અને પુર્વ ક્રિકેટર ઈમરાનખાન સાથે રેખાના લગ્ન થતા થતા રહી ગયેલા

22 July 2021 12:00 PM
Entertainment World
  • પાક.પીએમ અને પુર્વ ક્રિકેટર ઈમરાનખાન સાથે રેખાના લગ્ન થતા થતા રહી ગયેલા

ઈમરાનખાન રેખાની માતાને પણ દિકરી માટે પરફેકટ લાગેલા, જયોતિષને કુંડળી પણ બતાવેલી

મુંબઈ:
હાલ પાકિસ્તાનનાં વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઈમરાનખાન અને બોલીવુડ અભિનેત્રી રેખાના સબંધોની વાત લગ્ન સુધી પહોંચી હતી ત્યાં સુધી કે રેખાની માતા પુષ્પાવતી પણ ઈચ્છતી હતી કે રેખાના લગ્ન ઈમરાનખાન સાથે થાય. રેખાના જીવનમાં ઈમરાનખાન સિવાય પણ અગણીત પુરૂષો આવ્યા છે. જેમાં વિનોદ મહેરા, કિરણકુમાર, અમિતાભ બચ્ચન સાથે તેના અફેર રહ્યા છે.

એક મેગેઝીનમાં છપાયેલી ખબર મુજબ તત્કાલીન કિક્રેટર ઈમરાનખાન રેખાને મળવા મુંબઈ આવતા હતા અને રેખા સાથે ડેટીંગ કરતા હતા. ઈમરાનખાન સાથેના સંબંધથી રેખાની મા અને દક્ષિણની પુર્વ અભિનેત્રી પુષ્પાવતી પણ ખુશ હતી.કારણ કે તે ઈમરાનખાનને પરફેકટ પુરૂષ માનતી હતી. રેખા ઈમરાનખાન સાથે લગ્નને લઈને રેખાની મા દિલ્હીનાં એક જયોતિષને તેની કુંડલી પણ બતાવી હતી.પણ કોઈ કારણસર ઈમરાનખાનના રેખા સાથે લગ્ન થઈ શકયા ન હતા.

રેખા સાથેના સબંધોનાં બારામાં એક ઈન્ટરવ્યુમાં ઈમરાનખાને જણાવ્યું હતું કે એક થોડા સમય માટે તેને એકટ્રેસની કંપની ઘણી પસંદ આવી હતી.એન્જોય કર્યો અને આગળ વધી ગયો તેમ ઈમરાને જણાવ્યું હતું કે ઈમરાનખાને એમ પણ જણાવ્યું હતું કે તે કયારેય કોઈપણ અભિનેત્રી સાથે લગ્નના બારામાં વિચારી પણ નહોતા શકતા.ઉલ્લેખનીય છે કે રેખા સિવાય પણ બોલીવુડની અભિનેત્રીઓ સાથે ઈમરાનખાનનું નામ જોડાયું હતું.


Related News

Loading...
Advertisement