મહુવાના કરમદીયા ગામે વનરાજો ત્રાટકયા

22 July 2021 12:02 PM
Bhavnagar
  • મહુવાના કરમદીયા ગામે વનરાજો ત્રાટકયા
  • મહુવાના કરમદીયા ગામે વનરાજો ત્રાટકયા

ખૂંટીયાનું મારણ કર્યું : અન્ય પશુઓને ઘાયલ કરી ત્રણ સિંહ ભાગી ગયા

ભાવનગર, તા. 22
ભાવનગર જીલ્લાના કરમદીયા ગામે ત્રણ સિંહ પશુઓ પર ત્રાટકયા હતા. જેમાં એક ખૂંટીયાનું મોત નિપજયું હતું. જયારે ગાય અને અન્ય પુશઓને ગંભીર ઇજા પહોંચી હતી.
ગોહિલવાડ પંથકમાં અવારનવાર સિંહ, દિપડો, વાઘ વગેરે હિંસક પ્રાણીઓ ગામની સીમમાં આવી ચડે છે અને મારણ કરતા હોય છે. પ્રાપ્ત વિગતો મુજબ મહુવા તાલુકાના કરમદીયા ગામે પણ રાત્રે ત્રણ સિંહ આવી ચડયા હતા અને ગાય અને ખૂંટીયા ઉપર મારણ કરવાના ઇરાદે હુમલો કર્યો હતો. હુમલાના સમયે સિંહ અને પશુઓના અવાજથી લોકો દોડી આવ્યા હતા અને હાકલા પડકારા કરતા સિંહો ભાગી ગયા હતા. સિંહે એક ખૂંટીયાનું મારણ કરેલ છે જયારે ગાય અને અન્ય ખૂંટીયાને ગંભીર ઇજા પહોંચાડી હતી. કરમદીયા ગામનાં આગેવાન કોળી ઘનશ્યામભાઇ ભાલીયાએ જણાવ્યું હતું કે આ બનાવ અંગે ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં આવી છે.


Loading...
Advertisement