ક્રાઈમ પેટ્રોલના હોસ્ટ અનુપ સોની રિયલ લાઈફમાં પણ બન્યા ક્રાઈમ સીન ઈન્વેસ્ટીગેટર!

22 July 2021 12:05 PM
Entertainment
  • ક્રાઈમ પેટ્રોલના હોસ્ટ અનુપ સોની રિયલ લાઈફમાં પણ બન્યા ક્રાઈમ સીન ઈન્વેસ્ટીગેટર!

અનુપ સોનીએ સર્ટીફીકેટનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યો

મુંબઈ: ટીવી શો ‘ક્રાઈમ પેટ્રોલ’ને હોસ્ટ કરનાર અનુપ સોની રિયલ લાઈફમાં પણ ક્રાઈમ સીન ઈન્વેસ્ટીગેટર બન્યા છે. અનુપ સોનીએ ક્રાઈમ સીન ઈન્વેસ્ટીગેશન અર્થાત અપરાધ દ્રશ્ય તપાસમાં ઈન્ટરનેશનલ ફોરેન્સીક સાયન્સ (આઈએફએસ) એજયુકેશન ડિપાર્ટમેન્ટમાં સર્ટીફીકેટ કોર્સ પુરો કર્યો છે. જયારથી આ લોકપ્રિય અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ સર્ટીફીકેટની તસ્વીર સેર કરી છે ત્યારથી સોશ્યલ મીડીયા પર તેણે ટ્રેન્ડ કરવો શરુ કર્યો છે. કેપ્શનમાં અનુપે લખ્યું છે અનુપ સોનીએ ક્રાઈમ સીન ઈન્વેસ્ટીગેશન કોર્સ. અનુપ સોનીએ લખ્યું- હાલના લોકડાઉનના સમયમાં મેં મારા સમય અને ઉર્જાના કંઈક રચનાત્મક બનાવવાનો નિર્ણય લીધો. હા આ ખૂબ જ પડકારજનક નિર્ણય હતો. મારા માટે આ એક એવો વિકલ્પ હતો જેના માટે મને ગર્વ છે. અનુપ સોની દ્વારા આ ફોટો શેરા કર્યા બાદ તેને મિત્રો અને પ્રશંસકો તરફથી અભિનંદન મળી રહ્યા છે. અભિનેત્રી પ્રગતિ મેહરાએ લખ્યું વાહ, ક્રાઈમ પેટ્રોલ આ બાબત આપની ભૂમિકાને વધુ ગંભીર બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે અનુપ સોનીએ કહાની ઘર ઘર કી, બાલિકા બધુ જેવા ટીવી શોમાં પણ નજરે પડયા છે.


Related News

Loading...
Advertisement