પતિની ધરપકડના પગલે શિલ્પાએ રિયાલીટી શોનું શુટીંગ રદ કર્યું

22 July 2021 12:06 PM
Entertainment
  • પતિની ધરપકડના પગલે શિલ્પાએ રિયાલીટી શોનું શુટીંગ રદ કર્યું

શિલ્પાની જગ્યાએ એપિસોડમાં કરીશ્મા કપુરને સ્પેશ્યલ જજ તરીકે લેવાઈ

મુંબઈ તા.21
અશ્લીલ ફિલ્મ કૌભાંડમાં બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડને પગલે તેની બોલીવુડ એકટ્રેસ પત્નિ શિલ્પાશેટ્ટીએ રીયાલીટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર-4’ના શુટીંગમાં હાજર રહી શકી નહોતી અને તેની જગ્યાએ સ્પેશ્યલ જજ તરીકે કરીશ્મા કપુરને બોલાવાઈ હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રિયાલીટી શો ‘સુપર ડાન્સ-4’ ના આગામી એપિસોડનાં શુટીંગ માટે આવી શકી નહોતી તેની ગેરહાજરી માટે અંગત ઈમરજન્સીનું કારણ અપાયું હતું. પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પાશેટ્ટી તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી.


Related News

Loading...
Advertisement