રાજ કુંદ્રાના પોર્નકાંડ પર કાગારોળ પણ ઓટીટી પર સોફટ પોર્ન પર કેમ એકશન નહીં: ગહેના

22 July 2021 12:09 PM
Entertainment
  • રાજ કુંદ્રાના પોર્નકાંડ પર કાગારોળ પણ ઓટીટી પર સોફટ પોર્ન પર કેમ એકશન નહીં: ગહેના

રાજના બચાવમાં આવી એકટ્રેસ ગહેના વશિષ્ઠે દંભનો પરદો ચીર્યો

લોકડાઉન દરમિયાન દેશમાં એડલ્ટ સાઈટ પર 95 ટકા ટ્રાફીક વધ્યો: ઓટીટી પર ઈસોટિક કન્ટેન્ટ બતાવનારા પ્લેટફોર્મની રેવન્યુમાં ગજબનો વધારો થયાના રિપોર્ટ

મુંબઈ:
બોલીવુડ હીરોઈન શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મોના નિર્માણ મામલે ધરપકડ બાદ રાજ કુંદ્રા પર ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે પણ સિકકાની બીજી બાજુએ પણ છે કે આવી પોર્ન સામગ્રીનો પણ મોટો ગ્રાહક છે અને આ ગ્રાહકને કારણે જ રાજ જેવાઓ પોર્ન સામગ્રી તૈયાર કરી કરોડો કમાતા હોય છે.

રાજની ધરપકડ બાદ એકટ્રેસ ગહેના વશિષ્ઠ રાજના બચાવમાં આવી છે. ગહેનાએ સમાજના દંભનો પડદો ચીરતા કહ્યું છે જે વિડીયો માટે રાજની ધરપકડ થઈ છે તે પોર્ન નહીં પણ ઈરોટિકા (કામુક) વીડીયો છે. ગહેના કહે છે આનાથી વધારે અશ્લીલતા તો વેબસીરીઝમાં દર્શાવવામાં આવી રહી છે પરંતુ તેના પર કોઈ એકશન લેવામાં આવતા નથી. ગહેના કહે છે કે રાજ દોષી છે કે નહી તે મુંબઈ પોલીસ નકકી કરશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં પોર્ન ઈન્ડસ્ટ્રી નથી પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવતા ઈરોટિક કન્ટેન્ટ આની જગ્યા લેતા જોવા મળે છે. આનું ઉદાહરણ લોકડાઉનમાં જોવા મળ્યું હતું જયાં એક બાજુ લોકડાઉનમાં એડલ્ટ સાઈટસના ટ્રાફીક પર 95 ટકાનો વધારો જોવા મળ્યો, જયારે બીજી બાજુ ઓટીટી પર ઈમોટીક કન્ટેન્ટ બતાવનારા પ્લેટફોર્મની રેવન્યુમાં ગજબનો વધારો થયો છે.

એક અહેવાલ મુજબ ઈરોટિક કન્ટેન્ટનું ખૂબ મોટુ ઓડીયન્સ છે ત્યાં સુધી કે આવી મુવીમાં કઈ એકટ્રેસને જોવા માંગે છે તેની પણ ડિમાન્ડ કરે છે. એક અહેવાલ મુજબ આવા ઈરોટિક કન્ટેન્ટ પ્રાદેશિક ભાષામાં પણ બને છે. ઉતરપ્રદેશ અને બિહારમાં ભોજપુરીની સારી માંગ છે. કોલકાતામાં ઈરોટિક કન્ટેન્ટનું ખૂબ મોટું માર્કેટ હોઈ બંગાળીમાં પણ ઈરોટિક કન્ટેન્ટ બને છે.

દેશનું મેઈન સ્ટ્રીમ મીડીયા દેશની મહત્વની સમસ્યાઓ છોડીને બીજા અનેક મુદાઓ પર ચર્ચા કરે છે. અત્યારે દેશની ગોપનીયતા પર ચોટ લગાવનાર પેગાસસ મુદાને બાજુમાં રાખી દેશનું મેઈન સ્ટ્રીમ મીડીયા રાજ કુંદ્રાના પોર્ન પર હોબાળો મચાવે છે. કદાચ પેગાસસની માહીતીથી વંચિત રાખવા કુન્દ્રાના મુદાને આગળ ધપેલવામાં આવી રહ્યો છે? તેવા પ્રશ્ર્નો ઉઠયા છે.


Related News

Loading...
Advertisement