ધરપકડથી બચવા રાજકુંદ્રાએ મુંબઈ પોલીસને 25 લાખ રૂપિયાની લાંચ આપ્યાનો ચોંકાવનારો આક્ષેપ

22 July 2021 05:40 PM
Entertainment
  • ધરપકડથી બચવા રાજકુંદ્રાએ મુંબઈ પોલીસને 25 લાખ રૂપિયાની લાંચ આપ્યાનો ચોંકાવનારો આક્ષેપ

પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં ફરાર યશ ઠાકુરે મહારાષ્ટ્ર એસીબીને મેલ કરી કર્યો ખુલાસો

મુંબઈ તા.22
અશ્લીલ ફિલ્મોનાં રેકેટ મામલે ધરપકડ પામેલા રાજકુંદ્રાના મામલે વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે કે ધરપકડથી બચવા રાજકુંદ્રાએ મુંબઈ પોલીસને 25 લાખ રૂપિયાની લાંચ આપી હતી. આ ખુલાસો પોર્ન ફિલ્મ મામલામાં ફરાર આરોપી યશ ઠાકુરે એન્ટી કરપ્શન બ્યુરોને મોકલેલ મેલમાં થયો છે.એન્ટી કરપ્સન બ્યુરો મહારાષ્ટ્રને રાજકુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં આરોપી યશ ઠાકુરે મોકલેલ મેલમાં આરોપ લગાવ્યા છે કે રાજુકુંદ્રાએ ધરપકડથી બચવા મુંબઈ પોલીસ અધિકારીઓને 25 લાખ રૂપિયાની લાંચ આપી છે.પોર્ન ફિલ્મ મામલામાં ઠાકુરે દાવો કર્યો છે કે પોલીસ પહેલા પણ રાજકુંદ્રાની ધરપકડ કરી શકતી નથી. યશ ઠાકુરે જણાવ્યું હતું કે આ ફરિયાદમાં અગાઉ પણ મહારાષ્ટ્ર એસીબીને કરી હતી.યશે એવો પણ આરોપ લગાવ્યો હતો કે મારી પાસેથી પણ ધરપકડથી બચવા 25 લાખની લાંચ મગાઈ હતી. એન્ટી કરપ્શન બ્યુરોએ યશનો આ મેલ મુંબઈ પોલીસ કમી.ને ફોરવર્ડ કર્યો હતો અને કેસની તપાસ કરવાનું પણ કહેવામાં આવ્યુ હતું.


Related News

Loading...
Advertisement
Advertisement