ઈન્ડિયન આઈડલનાં વીક એન્ડ એપિસોડમાં ભપ્પી લહેરી અરૂણિતાને સરપ્રાઈઝ આપશે

22 July 2021 06:03 PM
Entertainment India
  • ઈન્ડિયન આઈડલનાં વીક એન્ડ એપિસોડમાં ભપ્પી લહેરી અરૂણિતાને સરપ્રાઈઝ આપશે

મુંબઈ તા.22
ઈન્ડિયન આઈડલ-12 ના આગામી એપિસોડમાં એક જમાનાનાં કિંગ ઓફ ડિસ્કો ભપ્પી લહેરી મહેમાન બનવાના છે.‘ભપ્પી દા સરપ્રાઈઝ એપિસોડમાં’ સંગીત હસ્તી ભપ્પી લહેરી અનેક યાદો તાજી કરવાની સાથે સાથે સ્પર્ધકોને સરપ્રાઈઝ પણ આપશે. ભપ્પી દા સાથેની પળોને યાદગાર બનાવવા સ્પર્ધકો ભપ્પી લહેરના યાદગાર ગીતો ગાશે. સોની ટીવીએ ‘ભપ્પી દા સરપ્રાઈઝ સ્પેશ્યલ’નો પ્રોમો રજુ કર્યો છે.પ્રોમામાં જોવા મળે છે કે સ્પર્ધક અરૂણીતા કાંજીલાલ ‘રાત બાકી, બાત બાકી ’ ગીત ગાયને સૌના દિલ જીતી લે છે. અરૂણીતાનાં પર્ફોમન્સથી ભપ્પી દા એકદમ પ્રભાવીત થઈ જાય છે અને તેના હાથમાં એક ડોકયુમેન્ટ મુકે છે. અરૂણીતાના આશ્ર્ચર્ય વચ્ચે ભપ્પી દા અરૂણીતાને ગાવા માટે રેકોર્ડીંગનો કોન્ટ્રાકટ આપે છે. અરૂણીતાની આ સિદ્ધિથી નેટીઝન પણ ખુશ થઈ જાય છે.આ શોમાં ભપ્પી લહેરી ગીતના રેકોર્ડીંગ દરમ્યાનની ઈનસાઈડ ઘટનાઓની વિગતો શેર કરી સ્પર્ધકોને આર્શીવાદ આપશે.


Related News

Loading...
Advertisement
Advertisement