આવતીકાલે નેટ ફિલકસ, ઝી-5 અને એમેઝોન વિડીયોમાં મનોરંજનનો મેળો!

22 July 2021 06:04 PM
Entertainment India
  • આવતીકાલે નેટ ફિલકસ, ઝી-5 અને એમેઝોન વિડીયોમાં મનોરંજનનો મેળો!

‘હંગામા-2’! 14 ફેરે’, ‘બ્લડ રેડ સ્કાય’ હોસ્ટેલ ડેઝ સીઝન-2 સહિતના શો, ફિલ્મો રીલીઝ

મુંબઈ તા.22
આવતીકાલે 23 મી જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર 8 નવી ફિલ્મો તેમજ શો રીલીઝ થઈ રહ્યા છે. નેટ ફિલકસ ઝી-5 એમેઝોન પ્રાઈમ વિડીયો સહિતના પ્લેટફોર્મ પર વિક્રાંત મેસીની ફિલ્મ ‘14 ફેરે’, પ્રિયદર્શનની ‘હંગામા-2’નો ફિલીકસ પર રજુ થઈ રહ્યા છે. નેટ ફિલકસ પર રજુ થનાર ફિલ્મ ‘બ્લડ રેડ સ્કાય’માં પ્લેન હાઈજેકની કથા છે.

એક ત્રાસવાદીઓના જુથે પ્લેન હાઈજેક કરી ઉડાવી દેવાની ધમકી આપી છે. વિક્રાંત મેસી અને ક્રિતી ખરબંદા સ્ટારર ‘14 ફેરે’ હળવી પ્રેમકથામાં સામાજીક કોમેડી છે. આ ફિલ્મનો પ્રિમીયર શો ઝી-5 પર રીલીઝ થશે. એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થનાર ફિલ્મ જોલ્ટ એકશન એડવેન્ચર કોમેડી મુવી છે. તેનુ નિર્દેશન તાન્યા વેકસલેરે કર્યુ છે.

નેટ ફિલકસ પરથી રજુ થનાર ‘માસ્ટર ઓફ ધી યુનિવર્સ’ સીરીઝ 35 વર્ષ બાદ પાછી ફરશે. હી-મેન અથવા શી-રા શ્રેણીના નામે લોકપ્રિય આ શો એકશન એડવેન્ચર અને ફેન્ટેસીથી ભરેલો છે. ‘હંગામા-2’ ડીઝની પ્લસ હોટ સ્ટાર પર રજુ થશે. આ ફિલ્મ 2003 ની પ્રિયદર્શનની હિટ ફિલ્મની સિકવલ છે.આ કોમેડી ફિલ્મમાં શિલ્પાશેટ્ટી પરેશ રાવલ મીઝાન જાફરી વગેરે ચમકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement