ભણશાલીની ‘બૈજુબાવરા’માં હવે રણબીરની જગ્યાએ રણવીરસિંહ?

22 July 2021 06:05 PM
Entertainment India
  • ભણશાલીની ‘બૈજુબાવરા’માં હવે રણબીરની જગ્યાએ રણવીરસિંહ?

મુંબઈ: સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મ ‘બૈજુબાવરા’ હાલ તો તેની સ્ટાર કાસ્ટના કારણે મીડીયામાં ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીરકપુર ચમકવાનો હોવાની જાહેરાતો થઈ હતી. બાદમાં રણબીરકપુરે આ ફિલ્મ છોડી દીધી હોવાની ખબરો આવી હતી. હવે આ ફિલ્મમાં રણબીરસિંહ ચમકવાનો હોવાની ખબરો આવી છે. રણવીરસિંહ પહેલાં કાર્તિક આર્યનને પણ લેવાનો વિચાર કરાયો હતો.
રિપોર્ટ મુજબ આ રણવીરસિંહનું નામ ‘બૈજુબાવરા’ માટે લગભગ ફાઈનલ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે રણવીરસિંહ અગાઉ ભણશાળીની ત્રણ સુપરહીટ ફિલ્મોમાં કામ કરી ચૂકયો છે. આથી ‘બૈજુબાવરા’ માં તેના નામથી કોઈ આશ્ર્ચર્ય નથી. હવે એવા ખબરો આવ્યા છે કે રણબીર કપુરને ‘બૈજુબાવરા’ના તો ઓફર કરાઈ હતી કે ના તો રણબીરકપુરે તેને ઠુગરાવી હતી. રણવીર કપુરે સંજય લીલા ભણશાળીની માત્ર એક ઓફર ઠુકરાવી હતી અને તે ફિલ્મ હતી ‘ગુજારીશ’. આ ફિલ્મમાં રણવીરને એ પાત્રની ઓફર કરાઈ હતી જે બાદમાં આદીત્ય રોય કપુરે ભજવ્યું હતું. રણવીરકપુર ત્યારે સેક્ધડ લીડ વાળું પાત્ર કરવા નહોતો માંગતો.


Related News

Loading...
Advertisement
Advertisement