મહામારીમાં ફિલ્મ ઉદ્યોગનું અડધુ વર્ષ ધોવાઈ ગયું

22 July 2021 06:07 PM
Entertainment India
  • મહામારીમાં ફિલ્મ ઉદ્યોગનું અડધુ વર્ષ ધોવાઈ ગયું

જયાં સુધી મુંબઈ અને દિલ્હીમાં સિનેમા હોલ નહિં ખુલે ત્યાં સુધી ગાડી પાટે ચડે તેમ નથી: નિષ્ણાંતો

મુંબઈ:
કોરોના મહામારીની બીજી લહેરના કારણે ફિલ્મ ઉદ્યોગની હાલત ચોપટ થઈ ગઈ છે. વર્ષ 2021 અડધુ વિતી ગયુ છતાં હજુ સિનેમા હોલ ફિલ્મની રીલીઝ માટે ખુલ્યા નથી. લાંબા ગાળાના લોકડાઉન બાદ કોરોનાના કેસ હળવા થતાં 50 ટકાની છુટ સાથે કેટલોક સમય સિનેમા હોલ ખુલ્યા હતા પણ ફિલ્મોને ખાસ ફાયદો નહોતો થયો કે મોટી ફિલ્મો થીયેટરોમાં રજુ થઈ નહોતી. દરમ્યાન કોરોનાની બીજી ઘાતક લહેરથી પાછા સિનેમા હોલનાં દરવાજા બંધ થઈ ગયા કેટલીક ‘સુર્યવંશી’ જેવી મોટી ફિલ્મોની રિલીઝની પણ જાહેરાત થઈ હતી. પરંતુ તે પણ ટળી ગઈ છે. હવે સેક્ધડ હાફ બોલીવુડ માટે રાહતદાયક નિવડશે કે કેમ તે પ્રશ્ર્ન છે.

ટ્રેડ એકસપર્ટ તરણ આદર્શ કહે છે કે જયાં સુધી મુંબઈ અને દિલ્હીમાં સિનેમા હોલ ખુલશે નહિં ત્યાં સુધી ફિલ્મ ઉદ્યોગની ગાડી પાટે ચડશે નહિં. નિર્માતા-નિર્દેશક અનિશ બાઝમી કહે છે કે હાલ ઘણી અનિશ્ર્ચિતતાઓ છે ત્યારે ફિલ્મ મેકર્સ કેવી રીતે ફિલ્મ રિલીઝનો પ્લાન કરી શકે? સારે ગામા ઈન્ડિયા લિમીટેડનાં સિદ્ધાર્થ આનંદકુમાર શર્મા કહે છે.દિવાળીના તહેવારો ટર્નીંગ પોઈન્ટ સાબિત થશે. જો ત્રીજી લહેર નહિં આવે અને વેકિસનેશનના કારણે આશા રાખી શકાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement