WHO વુહાન લેબની તપાસ કરવા માંગતુ હતું, ચીને પ્રસ્તાવ ફગાવતા કહ્યુ લેબ લીક થવું એ એક અફવા

22 July 2021 10:07 PM
World
  • WHO વુહાન લેબની તપાસ કરવા માંગતુ હતું, ચીને પ્રસ્તાવ ફગાવતા કહ્યુ લેબ લીક થવું એ એક અફવા

ચીનના વાઇસ મિનિસ્ટર જેંગ યિક્સિને કહ્યું કે વુહાન લેબની ફરી તપાસ એ વિજ્ઞાનનું અપમાન છે

બેઇજિંગ:
વિશ્વભરમાં કોરોનાના સંક્રમણ કઇ રીતે ફેલાયુ? આ હજુ રહસ્ય છે. જોકે, હજુ પણ અમેરિકા સહિત વિશ્વના કેટલાક દેશોનું માનવુ છે કે આ વાયરસ ચીનના વુહાન શહેરમાં બનેલી એક લેબમાં લીક થયો છે. કેટલાક દેશ વુહાન લેબની તપાસની માંગ ઉઠાવી ચુક્યા છે પરંતુ ચીન છે કે આ તપાસથી ભાગી રહ્યુ છે.

તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાની ઉત્પતિ માટે ચીન અને વુહાન લેબની ફરી તપાસ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને ચીને ફગાવી દીધો છે. ચીનના નેશનલ હેલ્થ કમીશનના
વાઇસ મિનિસ્ટર જેંગ યિક્સિને સ્પષ્ટ કહ્યુ કે તે હેરાન છે કે WHO ફરી વુહાન લેબની તપાસ કરવાનું વિચાર કરી રહ્યુ છે, અને લેબ લીક થિયરી એક એવી અફવા છે જે કોમન સેન્સ વિરૂદ્ધ છે અને આ વિજ્ઞાનનું અપમાન છે. WHOના આ વિચારનું તે પાલન નહી કરે.અને

જેંગે વધુમાં કહ્યુ કે, કોરોના વાયરસ વિશ્વના કેટલાક દેશમાં ફેલાઇ ચુક્યો હતો. અને ડિસેમ્બર 2019માં જ્યારે વુહાનમાં આ ફેલાયો તો ચીને સૌથી પહેલા તેની જાણકારી આપી હતી, તેમણે કહ્યુ કે જ્યારે WHOની ટીમ અહી આવી હતી તો ચીને તેમણે દરેક તે જગ્યાએ જવા દીધા જ્યા તે જવા માંગતા હતા, તે લોકોને મળવા દીધા જેને તે મળવા માંગતા હતા.
વધુમાં તેમણે કહ્યુ, અમને આશા છે કે WHO ચીની એક્સપર્ટની સલાહ પર કોરોનાની ઉત્પતિની શોધ વૈજ્ઞાનિક આધાર પર લગાવશે, ના કે કોઇ રાજકીય દબાણમાં આવીને તપાસ કરશે, તેમણે તે રિપોર્ટને પણ ફગાવી દીધો જેમાં અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે વુહાન ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી ના ત્રણ કર્મચારીઓ પાસેથી વાયરસ લીક થયો હતો, તેમણે દાવો કર્યો કે લેબમાં કોઇ વાયરસ બનાવવામાં આવ્યો નથી અને ના તો આવા કોઇ વાયરસ પર કોઇ રિસર્ચ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement