રાજના ‘રાઝ’ખુલશે તો અનેક સફેદ પોશના ધોતીયા ઢીલા થશે

23 July 2021 11:20 AM
Entertainment India
  • રાજના ‘રાઝ’ખુલશે તો અનેક સફેદ પોશના ધોતીયા ઢીલા થશે

રાજના ફોનની ડિટેલમાં અનેક નોકરશાહો અને નેતાઓ સાથે વાતોના પુરાવા મળ્યા

મુંબઈ તા.23
પોર્નોગ્રાફીક ક્ધટેન્ટના મામલે મુંબઈ પોલીસ રાજની કેટલાંક નેતાઓ અને અધિકારીઓ સાથે વાતચીતના ફોન કોલ વોટસએપ મેસેજ અને એસએમએસનાં પુરાવા મળ્યા છે જેના આધારે આ કૌભાંડમાં દબાયેલા કેટલાંક સફેદ પોશના રાજ પણ ખુલી શકે છે.

મુંબઈ પોલીસને રાજકુંદ્રાની ધરપકડ બાદ અનેક મહત્વની કડીઓ હાથ લાગી છે. હાલ પોલીસ વિશેષ તપાસ કરી રહી છે એટલે વધુ કંઈ બોલવા નથી માંગતી મુંબઈ પોલીસ સાથે જોડાયેલા સુત્રોના જણાવ્યા મુજબ પોર્ન ઈન્ડ.માં માત્ર રાજકુંદ્રા જ નહિં અનેક લોકો પણ જોડાયેલા હતા,.પોલીસની પૂછપરછમાં કેટલાંક એવા નામો આવ્યા છે જેમને કસ્ટડીમાં લેવાના છે. એક સુત્રના જણાવ્યા મુજબ રાજકુંદ્રાની દિલ્હીથી લઈને મુંબઈ અને લંડનથી લઈને અમેરીકા સુધી બધા લોકો સાથે થયેલી મોટી મુલાકાતોની પુરી વિગત એકઠી કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે કુંદ્રાનાં મામલામાં અનેક ખુલાસા થવાના હજુ બાકી છે. પોલીસને શંકા છે કે કુંદ્રા અને તેના નજીકના લોકો માત્ર આ ઉદ્યોગમાં ફીલ્મો બનાવીને પૈસા કમાતા નહોતા બલકે અનેક કાળા કામો પણ થતા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement