મંજુરી વગર ડાયરો કરવાનો કેસ, લોકગાયિકા ગીતા રબારીની ધરપકડ સામે સ્ટે આપતી હાઇકોર્ટ

23 July 2021 11:22 AM
kutch Gujarat Top News
  • મંજુરી વગર ડાયરો કરવાનો કેસ, લોકગાયિકા ગીતા રબારીની ધરપકડ સામે સ્ટે આપતી હાઇકોર્ટ

કચ્છમાં કોરોના મહામારી વચ્ચે લોકોને એકત્ર કરી ડાયરો થયો’તો : હાઇકોર્ટે કહ્યું : પોલીસ કેસની તપાસ કરે, પરંતુ ગીતા રબારીની ધરપકડ કરે નહી

રાજકોટ તા.23
લોકગાયિકા ગીતા રબારી સામે કચ્છ જિલ્લાના પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આગામી સુનાવણી સુધી ધરપકડ ન કરવા ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે. ગત જૂન માસમાં કચ્છના રેલડી મોટી ગામના લકી ફાર્મ હાઉસમાં ગીતા રબારીનો એક કાર્યક્રમો યોજાયો હતો. લોકડાઉનના નિયમભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતોએ તે સમયે ખારેકના પાકની લણણી કરી હતી અને તેની ઉજવણીના ભાગરૂપે ગીતા રબારીએ હાજરી આપી હતી. જેમાં કોઇ પ્રકારના નિયમનો ભંગ થયો નથી. અરજદાર જાણીતી વ્યક્તિ છે તેથી તેને હેરાન કરવા આ ફરિયાદ નોંધાઇ છે. આ એફ.આઇ.આર. દ્વારા કાયદાકીયો પ્રક્રિયાનો દુરૂપયોગ થયો હોવાથી તેને રદ કરવામાં આવે.હાઈકોર્ટે આદેશ કર્યો છે કે,

આ કેસમાં પોલીસ તપાસ કરે, પરંતુ ગીતા રબારીની ધરપકડ કરે નહીં (નો કોર્સિવ સ્ટેપ). હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 12 ઓક્ટોબરે હાથ ધરાશે. આ કેસમાં પોલીસે ફાર્મ હાઉસના માલિકની ધરપકડ કરી હતી, જેને જામીન મળી ચૂક્યા છે. આ ઉપરાંત, ગીતા રબારી સામે પોલીસ તપાસ કરી રહી છે. આ પહેલા ગીતા રબારીએ તેમના નિવાસસ્થાને કોવિડ -19 ની રસી લેતા વિવાદ થયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement