નીટની પરીક્ષા દુબઈ અને કુવૈતમાં પણ યોજાશે

23 July 2021 11:26 AM
India Top News
  • નીટની પરીક્ષા દુબઈ અને કુવૈતમાં પણ યોજાશે

નવી દિલ્હી: દેશમાં મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટે યોજાતી ‘નીટ’ મુજબ 2021ની પરીક્ષા પ્રથમ વખત દુબઈ અને કુવૈતમાં પણ યોજાશે. શિક્ષણ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. યુએઈ અને ભારત વચ્ચે હાલ વિમાની સેવા પ્રતિબંધીત હોવાથી આ દેશમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા આવી શકે તેમ નહી હોવાથી દુબઈ અને કુવૈતમાં આ પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષા તા.12 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.


Related News

Loading...
Advertisement
Advertisement