પેગાસસ સ્પાઈવેર દ્વારા 20 ડિવાઈસની જાસૂસી કરાવવાનો ખર્ચ રૂા.9.6 કરોડ

23 July 2021 11:31 AM
India Top News
  • પેગાસસ સ્પાઈવેર દ્વારા 20 ડિવાઈસની જાસૂસી કરાવવાનો ખર્ચ રૂા.9.6 કરોડ

મેઈન્ટેનન્સ, ઈન્સ્ટોલેશન અને લાયસન્સ રિન્યૂ માટે પણ કંપની વસૂલે છે મોટો ચાર્જ

નવી દિલ્હી તા.23
અનેક દેશોના શાસનમાં ભૂકંપ લઈ આવનાર પેગાસસ જાસુસી કાંડને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. એક રિપોર્ટ મુજબ ઈઝરાયેલી કંપની એનએસઓ પોતાનાં એક પેગાસસ સ્પાઈવેરનાં બદલે સરકારો પાસેથી માત્ર લાયસન્સનાં સ્વરૂપે રૂા.70 લાખ વસુલે છે.

એક રિપોર્ટ પ્રમાણે આ કંપની પ્રથમ 10 આઈફોન અને 10 અન્ય એન્ડ્રોઈડ ફોનને હેક કરવાનાં 9.6 કરોડ રૂપિયા લે છે. જયારે બચેલા અન્ય ટાર્ગેટની જાસુસી માટે 16.7 કરોડ રૂપિયા લે છે તેને ઈન્સ્ટોલ કરવાનો અથવા લગાવવાનો ખર્ચ 3.7 કરોડ રૂપિયાથી વધુ આવે છે. જોકે, આ ખર્ચ જુદા જુદા બ્રાંડ અથવા સ્માર્ટફોન માટે અલગ અલગ હોય છે. ઉપરાંત 5 બ્લેકબેરી, ફોન હેડ કરવાનાં 3.7 કરોડ લેવામાં આવ્યા હતા.

આ રીતે એક પેગાસસ સ્પાઈવેરથી જાસુસી કરવાનો ખર્ચ 30.16 કરોડ રૂપિયા થઈ જાય છે. જોકે, તેમાં મેન્ટેનનાં ખર્ચ સામેલ નથી. વર્ષ 2016 ની શરૂઆતની કિંમતનાં આધારે ત્યારથી 2021 સુધી વધારાનો ખર્ચ તેમજ વાર્ષિક લાયસન્સ રીન્યુને સામેલ કરવા પર એક પેગાસસ સ્પાઈવેરથી સીમીત જાસુસી કરાવવાનો ખર્ચ અંદાજે 56 કરોડ રૂપિયા આવે છે. ઉપરાંત 100 થી વધુ ડિવાઈસની જાસુસી કરવા માટે વધારાનાં 6 કરોડ રૂા.દેવા પડે છે.

કંપની આ સપઈવેર ખરીદનાર પાસેથી મેઈન્ટેનન્સ માટેનો ભારેખમ ખર્ચ વસુલે છે જે એક વર્ષમાં કુલ ખર્ચનાં 17 ટકા જેટલો છે. ઉપરાંત દર વર્ષે લાયસન્સ રીન્યુનો અલગથી ખર્ચ કંપની વસુલે છે. રિપોર્ટમાં મળતી માહિતી મુજબ ઈઝરાયેલનો જ અન્ય સ્પાઈવેર કૈડીરૂની કિંમત પેગાસસથી 60 ગણી વધુ છે. જેને ઈન્ટોલ કરવાનો ખર્ચ 208 કરોડ રૂપિયાથી પણ વધુ છે.


Related News

Loading...
Advertisement
Advertisement