દૈનિક ભાસ્કર ગ્રુપ પરની કાર્યવાહી સંપૂર્ણ રીતે આવકવેરા વિભાગના પ્રોટોકોલ મુજબ

23 July 2021 11:35 AM
India Top News
  • દૈનિક ભાસ્કર ગ્રુપ પરની કાર્યવાહી સંપૂર્ણ રીતે આવકવેરા વિભાગના પ્રોટોકોલ મુજબ

સરકારે કાર્યવાહીથી સલામત અંતર રાખ્યું: એજન્સીનો નિર્ણય : કોઈ એડીટરીયલ દખલગીરી થઈ નથી: સ્પષ્ટતા: પનામા પેપર્સ માં ગ્રુપનું નામ ચમકયું હોવાનો સંકેત

નવી દિલ્હી:
દેશના ટોચના અખબારી ‘ભાસ્કર ગ્રુપ’ પર પડેલા આવકવેરાના દરોડા વિષે સર્જાયેલા વિવાદ તથા સંસદમાં પણ વિપક્ષોએ અખબારી સ્વતંત્રતા પર ના હુમલા સહિતના કરેલા આક્ષેપોમાં એક તરફ માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે સ્પષ્ટતા કરી છે કે એજન્સીઓ તેની માહિતીઓના આધારે કામ કરે છે અને સરકારની કોઈ સૂચના કે દરમ્યાનગીરી હોતી નથી તો બીજી તરફ આવકવેરા વિભાગે સ્પષ્ટતા કરી છે

કે આ કાર્યવાહી અંગે અનેક મીડીયાએ એવા અહેવાલ રજુ થયા હતા કે આવકવેરાના અધિકારીઓએ કેટલીક સ્ટોરી (સમાચાર)માં બદલાવ કરવા અને કેટલાક એડીટરીયલ (સમાચાર-સંબંધી) નિર્ણય લીધા હતા. પણ આ પ્રકારના આક્ષેપ તદન ખોટા છે અને આવકવેરા ખાતુ તેની ઈન્કાર કરે છે. આવકવેરા વિભાગના પ્રોટોકોલ મુજબ સમગ્ર તમામ ગ્રુપના નાણાકીય વ્યવહાર અને કરચોરીના દ્રષ્ટીકોણથી જ તપાસ થઈ છે.

આવકવેરા વિભાગે એ પણ સ્પષ્ટતા કરી છે કે લખનૌ સ્થિત શ્રી ઔમ ગોર એ જે મુલાકાતમાં દાવા કર્યા છે તે કોઈ આધાર વિહોણા અને ચોકકસ હેતુ પ્રેરીત છે. અખબારી જુથની લખનૌ કચેરીમાં કોઈ તપાસ થઈ નથી કે ગૌરની પણ કોઈ પુછપરછ થઈ નથી. બીજી તરફ સુત્રોની માહિતી મુજબ દૈનિક ભાસ્કર ગ્રુપ પર જે આવકવેરાની કલમ 132 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી તે ગ્રુપનું નામ પનામા પેપર્સ લીકમાં પણ ચમકયું હતું અને અનેક પ્રકારના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું ખુલ્યુ હતું.

આ ગ્રુપ મીડીયા ઉપરાંત પાવર, ટેક્ષટાઈલ અને રીયલ એસ્ટેટ સાથે પણ સંકળાયેલું છે. બે વર્ષ રૂા.6000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે તથા 100થી વધુ કંપની તથા હોલ્ડીંગ કંપની મારફત તેનો કારોબાર ચાલે છે.


Related News

Loading...
Advertisement
Advertisement